Damanganga Times.

Damanganga Times.

March 18, 2026

વલસાડ મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાયો

વલસાડ મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૭ ઃ વલસાડ મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ભવ્ય કાર્યક્રમ ઉપાસના સ્કૂલ, વાપી ખાતે મોટા ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો હતો. 

આ સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન દક્ષિણ ગુજરાત રાજ્ય પ્રભારી તનુજા આર્યજી દ્વારા કરવામાં આવ્યું. રશ્મિકા મહેતા જી (ઍડવોકેટ અને નોટરી) તથા ડૉ. તમન્ના જી વિશિષ્ટ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્ના.

રાજ્ય કાર્યકારિણી સભ્ય શીલા વશીજી તથા રાજ્ય સંવાદ પ્રભારી પુષ્પા સાગઠિયા જી દ્વારા વિશેષ માર્ગદર્શન પ્રા થયું.

સુરતથી ખાસ ઉપસ્થિત રહેલા રાજ્ય કાર્યકારિણી સભ્ય સુરેશભાઈ ગાબાણી જી, પતંજલિ યોગ સમિતિના જિલ્લા પ્રભારી આદરણીય રાજુભાઈ ભાલાણી જી, ભારત સ્વાભિમાન ટ્રસ્ટના પ્રમુખ કમલેશ પત્રકાર જી તેમજ કિસાન સેવા સમિતિના પ્રમુખ સંદીપભાઈ દેસાઈની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિઍ કાર્યક્રમની શોભા વધારી.

કાર્યક્રમના મુખ્ય આયોજક તરીકે મહિલા પતંજલિ યોગ સમિતિ વલસાડની જિલ્લા પ્રભારી આદરણીય મીના ટોલાની, જિલ્લા મહામંત્રી દક્ષા રાઠોડ, તેમજ જિલ્લા સંગઠન મંત્રી શીતલ ત્રિગોત્રા સહિત તમામ પદાધિકારીઓ અને બહેનો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે અવિરત પ્રયત્નો કરવામાં આવ્યા. લગભગ ૨૦૦થી વધુ બહેનો ઍ આ કાર્યક્રમમાં ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો. કાર્યક્રમ દરમિયાન યોગ, પ્રેરણાદાયક વિચારો અને મહિલા સશક્તિકરણના સંદેશ સાથે સૌઍ સાથે મળીને ભોજનનો પણ આનંદ લીધો હતો.