Damanganga Times.

Damanganga Times.

March 18, 2026

પરિયાગામ, પારડી તાલુકાનું સેન્ટર પોઈન્ટ બન્યું

પરિયાગામ, પારડી તાલુકાનું સેન્ટર પોઈન્ટ બન્યું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૭ ઃ પારડી તાલુકામાં આવેલું પરિયા ગામ ઉદવાડાથી ૫ કિ.મી. અને પારડીથી માત્ર ૭ કિમીના અંતરે આવેલું આ ગામ ભૌગોલિક રીતે સેન્ટર પોઈન્ટ બનીને ઉભર્યું છે. જમીનના વધતા ભાવ અને ચારેતરફથી આવી રહેલા મેગા પ્રોજેક્ટ્સને કારણે પરિયા ગામ સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ખાસ કરીને બુલેટ ટ્રેન અને ઍક્સપ્રેસ-વે પ્રોજેક્ટથી પરિયા ગામની કાયાકલ્પ બદલાઇ જશે પરિયા ગામ ઓછા સમયમાં વિકસિત બનવા જઇ રહ્નાં છે. પરિયા ગામ ધાર્મિક આસ્થા અને સામાજિક ઍકતાનું સંગમ છે. પરિયા ગામમાં ધોડિયા, હળપતિ, દેસાઈ, માહ્નાવંશી, નાયકા, કોળી અને વાણિયા જેવા વિવિધ જ્ઞાતિના લોકો વર્ષોથી હળીમળીને રહે છે.ગામની આસ્થાના પ્રતીક સમાન દેસાઈવાડનું મહાદેવ મંદિર,પંચાયત સામે ખોડિયાર માતા, સુથારવાડનું રામ મંદિર તથા નાનીમાતા, બરવાડીનું અંબા ભવાની અને પારસી ફળિયાનું શ્રી બ્રહ્મદેવ મંદિર ગામના આધ્યાત્મિક વારસાને જીવંત રાખે છે. રમતગમત ક્ષેત્રે પરિયાઍ આગવી ઓળખ ઉભી કરી છે.ગામમાં આવેલા બે વિશાળ ક્રિકેટ ગ્રાઉન્ડ્સ પર દેશ-વિદેશના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પ્રેક્ટિસ માટે આવે છે. સાંઇમેઘપન સ્ટેડિય સૌથી અઘત્તન બન્યું છે. જે ગામ માટે ગૌરવની વાત છે. આરોગ્ય ક્ષેત્રે પણ ખાનગી કંપનીના સહયોગથી મળેલી ઍમ્બ્યુલન્સ સેવા અને ભ્ણ્ઘ્ સેન્ટર ગ્રામજનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્નાં છે. ગામના લોકો અત્યાર સુધી વાપી, દમણ અને સેલવાસ નોકરી માટે જતાં હતા,પરંતુ હવે ગામમાં જ પ્રદૂષણ મુક્ત ફાર્મા, ઍન્જિનિયરિંગ અને નોટબુક બનાવતી કંપનીઓ આવતા સ્થાનિક સ્તરે જ રોજગારીની તકો ઉભી થઈ છે. સાથે-સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને દિલ્હી-મુંબઈ ઍક્સપ્રેસ-વે જેવા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સને કારણે ગામનો આર્થિક નકશો બદલાઈ રહ્ના છે.