Damanganga Times.

Damanganga Times.

March 18, 2026

પારડીમાં જીલ્લા ભાજપાની બેઠક મળી

પારડીમાં જીલ્લા ભાજપાની બેઠક મળી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૭ ઃ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીની સૂચના મુજબ આજરોજ જીલ્લા ભાજપ પ્રમુખ  હેમંતભાઈ કંસારાની અધ્યક્ષતામા તેમજ જીલ્લા પ્રભારી વિનયભાઈ શુકલાની ઉપસ્થિતિમાં પારડી તાલુકા મંડળ સંગઠનના હોદ્દેદાર સાથે બેઠક યોજાઈ હતી. જેમાં સંગઠાત્મક ચર્ચા તેમજ નવી રચનાઓ વિશે કામગીરી અને આગામી ચૂંટણી લક્ષી કાર્યક્રમો અને મંડળના હોદેદારો સાથે જિલ્લા પ્રભારીની પરિચય બેઠક મળી હતી. 

 આ બેઠકમાં વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ પટેલ, નિખિલભાઈ ચોક્સી, પ્રદેશ યુવા મોરચાના કોસા અધ્યક્ષ ધ્રુવીન ભંડારી, પારડી તાલુકા મંડળના પ્રમુખ  પુનિત પટેલ તેમજ મંડળના હોદ્દેદાર, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યઓ કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્ના હતાં. આ સાથે પારડી શહેર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ સાથે પણ મીટીંગ કરવામાં આવી હતી. વાપી વીઆઇઍના પ્રમુખ સતિષભાઈ પટેલ કે જેઓ પ્રભારી નિયુક્ત થયા છે. વાપી નગરપાલિકાની ચૂંટણી બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. શહેરના પ્રમુખ વિપુલભાઈ પટેલ, મહામંત્રી અશોક પ્રજાપતિ, ઝૂબીન દેસાઈ, નગરપાલિકાના પ્રમુખ ચેતન નાયકા, કારોબારી અધ્યક્ષ ચેતન ભંડારી, બાંધકામ અધ્યક્ષ પ્રણવભાઈ દેસાઈ સહિત કોર્પોરેટર અને કાર્યકર્તાઓ હાજર રહ્ના હતાં.