પારડી પોલીસ સ્ટેશને શાંતિ સમિતિની બેઠક મળી
- byDamanganga Times
- 18 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૭ ઃ પારડી પોલીસ સ્ટેશનમાં આજરોજ આગામી દિવસોમાં યોજાનાર ઇદ અને રામ નવમીની ઉજવણીના ભાગરૂપે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં હિંદુ મુસ્લિમ સમાજના આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્ના હતાં. અહીં પારડી પોલીસ સ્ટેશનમાં આજરોજ તા.૧૭મી માર્ચના રોજ બપોરે ૧૨ઃ૩૦ કલાકે પોલીસ મથકના ઇન્સ્પેક્ટર જી.આર. ગઢવીના અધ્યક્ષ સ્થાને આ બેઠકમાં મુસ્લિમ સમાજ દ્વારા તા. ૨૧મીના રોજ યોજાનાર ઈદ પર્વ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તો સાથે ૨૭મીના રોજ યોજાનાર રામનવમી પર્વ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી પીઆઈજીઆર ગઢવીઍ જણાવ્યું હતું કે શાંતિ સમિતિની બેઠક યોજવાનો મુખ્ય કારણ દરેક સમાજ દ્વારા ઉજવવામાં આવતા તહેવારો દરમિયાન સુલે અને શાંતિ રહે અને તહેવારો શાંતિપૂર્ણ રીતે યોજવામાં આવે ઍ જ મુખ્ય હેતુ છે. આ બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનો અને હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી શાંતિપૂર્ણ રીતે ચર્ચા કરી હતી.
