પારડી મામલતદાર કચેરીથી શ્રીનાથ હોટલ સુધી હાઇવે સર્વિસ રોડ બનશે?
- byDamanganga Times
- 18 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૭ ઃ પારડી નગર મધ્યેથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર ૪૮ ઉપર હાઈવેની પડ્ઢિમ બાજુ ઍટલે કે મુંબઈથી સુરત તરફની લેન ઉપર હોટલ શ્રીનાથથી નવી મામલતદાર કચેરી સુધીનો હાઇવે સર્વિસ રોડનું કામ વર્ષોથી અધૂરું છોડી દેવામાં આવ્યું છે.
હાઈવે ઓથોરિટી દ્વારા શહેરી વિસ્તારમાં હાઈવેની બંને તરફ સમાંતર સર્વિસ રોડ નિર્માણ કરવામાં આવે છે. પારડી શહેરી વિસ્તારમાં પણ સર્વિસ રોડ નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ હોટલ શ્રીનાથથી નવી મામલતદાર કચેરી સુધીના સર્વિસ રોડનું કામ વર્ષોથી અકળ કારણોસર અધૂરું છોડી દેવામાં આવ્યું છે. જેને કારણે અહીં છાસવારે જીવલેણ અકસ્માતો સર્જાય રહ્ના છે. થોડા દિવસ પહેલા ઍક કન્ટેનર ચાલક હાઈવે છોડી દીધો ઍક કોમર્શિયલ કન્સ્ટ્રેક્શન સાઇટ પાસે પલટી મારી ગઈ આ દુર્ઘટનામાં ઍક નિર્દોષ કિશોરે જીવ ગુમાવ્યો.
વળી મામલતદાર અને પ્રાંત કચેરીમાં આવતા અરજદારોના માથે પણ આ સર્વિસ રોડના અભાવે જીવનું જોખમ વધી રહ્નાં છે. અહીં હોટલ પાસે સિંઘાનિયા સ્કૂલ આવી છે જેમાં અભ્યાસ કરતા બાળકોને લઈને આવતા વાહનો પણ સર્વિસ રોડના અભાવે જોખમી રીતે અપ ડાઉન કરવા મજબૂર બન્યા છે.
અહીં પંચનાથ મહાદેવ મંદિર આવ્યું છે. આ મંદિરમાં ભકતો દર્શનાર્થે આવતા હોય છે. ઍક ઍક્ષલ કંપની છે જેમાં મોટી સંખ્યામાં લોકો નોકરી કરે છે. જોગમોડી વિસ્તારમાં માનવ વસાહત છે. આ વિસ્તારમાં લોકો પણ સર્વિસ રોડના અભાવે જોખમી રીતે આવન જાવન કરે છે.
હાઈવે ઓથોરિટી દ્વારા આ વિસ્તારમાં સર્વિસ રોડ માટે જમીન સંપાદિત છે જ અને દેખીતી રીતે કોઈ અવરોધ પણ નથી છતાં આ સર્વિસ રોડનું કામ શા માટે કરવામાં આવતું નથી ઍવો પ્રશ્ન સ્થાનિકો પૂછી રહ્નાં છે. શું સાંસદ ધવલ પટેલ આ મામલે હાઈવે ઓથોરિટી સાથે સંકલન કરી ઉકેલ લાવવા અને સત્વરે સર્વિસ રોડ નિર્માણ કરી લોકોને મદદરૂપ થશે ? ઍ સમયે બતાવશે.
