પરીયામાં યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી
- byDamanganga Times
- 16 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા.૧૫ ઃ પારડી તાલુકાના પરીયા ગામમાં મોરાફળીયા વિસ્તારમાં ઍક યુવાને ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી ઘટનાની જાણ થતા પારડી પોલીસે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પરીયા ગામમાં મોરાફળીયા ખાતે રહેતા રીંકલભાઈ રાજુભાઈ રોહીત ઉ.વ.૨૯ ઍ પોતાના ઘરે રૂમમાં લાકડાના રાફટર સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી બનાવ અંગે તેમની માતા આશાબેન રાજુભાઈ રોહીત ઉ.વ.૫૧ દ્વારા પારડી પોલીસ સ્ટેશનમાં માહિતી આપવામાં આવી હતી આશાબેન વાપી સ્થિત કંપનીમાં નોકરી કરે છે. તેઓ નોકરી પરથી ઘરે પરત ફરતા પહેલા તેમના સગાઍ ફોન કરી પુત્રની તબિયત ખરાબ હોવાનું જણાવ્યું હતું. ઘરે પહોંચતા તેમણે પોતાના પુત્રને રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોવા મળ્યો હતો. પડોશીઓની મદદથી તેને નીચે ઉતારવામાં આવ્યો હતો, પરંતુ તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું આ બનાવ અંગે પારડી પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૯૪ મુજબ અકસ્માત મોત દાખલ કરી હતી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
