Damanganga Times.

Damanganga Times.

March 16, 2026

ઉમરગામ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ઉમરગામ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા.૧૫ ઃ ઉમરગામ પોલીસ સ્ટેશનના પી.આઈ ચૌધરી, પીઍસઆઇ સગર તથા પુરવઠા અધિકારી બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન આગામી હિંદુ મુસ્લિમ સમાજના ત્યોહારોને ધ્યાને લઈ ચર્ચા કરતા ઈદ અને રામનવમીમાં ભાઈચારાની ભાવના કાયમ રહે તથા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં આનંદ ઉત્સવ સાથે પૂર્ણ થાય ઍવી સમાજના લોકોને શુભેચ્છાઓ સાથે અભિનંદન આપતા પોલીસ પ્રશાસનનો પણ પૂર્ણ સહયોગની ખાતરી આપી આ બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદ વલસાડ વિભાગના વિશે સંપર્ક પ્રમુખ પિયુષભાઈ શાહ, વિહિપ વલસાડ જિલ્લા ઉપાધ્યક્ષ અંકિતભાઈ શાહ, તાલુકા બજરંગદળ સંયોજક રામભુવન વિશ્વકર્મા, બ્રિજેશભાઈ યાદવ, સહમંત્રી હિતેશભાઈ પૂનમિયા, હિંસા નિવારણ સંઘના ઉપપ્રમુખ કૈલાશભાઈ શાહ, તેજાભાઈ, સુરેશભાઈ યાદવ, ફારુકભાઈ પેનવાલા, અલ્લારખા ખાન  સાથે ઉમરગામ નગરપાલિકાના સદસ્યોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.