Damanganga Times.

Damanganga Times.

March 16, 2026

ડાંભરમાં શેરડીના ખેતરમાંથી દીપડાના બચ્ચાનું રેસ્કયુ કરાયુંડાંભરમાં શેરડીના ખેતરમાંથી દીપડાના બચ્ચાનું રેસ્કયુ કરાયું

ડાંભરમાં શેરડીના ખેતરમાંથી દીપડાના બચ્ચાનું રેસ્કયુ કરાયુંડાંભરમાં શેરડીના ખેતરમાંથી દીપડાના બચ્ચાનું રેસ્કયુ કરાયું


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા.૧૫ ઃ  નવસારી જિલ્લાના ડાંભર ગામમાં શેરડીની કાપણી વેળાઍ ખેતરમાંથી દીપડાનું ઍક નાનું બચ્ચું મળી આવતા વન વિભાગ દ્વારા સફળ રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી.  શેરડી કાપતા ખેડૂતે બચ્ચું જોતા જ તત્કાલ વન વિભાગને જાણ કરી હતી,જેના પગલે સામાજિક વનીકરણ નવસારીની સુપા રેન્જની ટીમ આર.ઍફ.ઓ. સહિતના સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગઈ હતી. વન વિભાગની ટીમે બચ્ચાની સ્વાસ્થ્ય તપાસ કરી તે સુરક્ષિત હોવાનું જણાતા, તેને રાત્રિના સમયે ફરી ઍ જ સ્થળે માદા દીપડા સાથે મિલન કરાવવા માટે ગોઠવણ કરી હતી. વનકર્મીઓની સતત દેખરેખ હેઠળ આખરે માદા દીપડાઍ આવીને પોતાના બચ્ચાને હેમખેમ સાથે લઈ જતાં આ રેસ્ક્યૂ ઓપરેશન સફળ રહ્નાં હતું.   વન વિભાગની આ સમયસૂચકતા અને વન્યજીવ સંરક્ષણ પ્રત્યેની સંવેદનશીલ કામગીરીને સ્થાનિક ગ્રામજનોઍ પણ બિરદાવી હતી.