સેલવાસમાં બ્રહ્માકુમારીઝ દ્વારા ગુડ બાય ટેન્શન-મુક્ત જીવન જીવો કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 16 March, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા.૧૫ ઃ બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વવિદ્યાલય, સિલ્વાસ દ્વારા આયોજિત ૬ દિવસીય ૅગુડ બાય ટેન્શનૅં ટેન્શન-મુક્ત જીવન જીવો કાર્યક્રમનું ઉદ્ઘાટન ૧૪/૦૩/૨૦૨૬ ના રોજ મુખ્ય સંગમ નજીક નાગજુઆ ગ્રાઉન્ડ, સામરવરણ, સેલવાસમાં ભવ્ય અને આધ્યાત્મિક વાતાવરણમાં ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવ્યું. કાર્યક્રમના પહેલા દિવસે વલસાડ સબ-ઝોન ઇન્ચાર્જ, પૂજ્ય બી.કે. રંજન દીદી ખાસ હાજર રહ્ના હતા.
બી.કે. રંજન દીદી દ્વારા દીવો પ્રગટાવીને કાર્યક્રમનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મેસેજ ર્સ્ટલિંગ ગ્રીન પાવર સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડના પ્રમુખ નાગેન્દ્ર સિંહ અને ધ્ત્ કંપનીના ઉપપ્રમુખ દિલીપ બરનવાલની ઉપસ્થિત રહ્ના હતાં. પ્રખ્યાત તણાવ રાહત નિષ્ણાંત બ્ર. કુ. પૂનમ દીદી (ઘ્લ્) ઍ પહેલા દિવસે ચિંતામુક્ત જીવનશૈલી વિષય પર વિગતવાર વાત કરી હતી. સિલ્વાસાના વિવિધ ક્ષેત્રોના પ્રબુદ્ધ નાગરિકો અને મહાનુભાવોઍ કાર્યક્રમ માટે ઊંડો આભાર વ્યક્ત કર્યો. આ કાર્યક્રમમાં ખાસ મહેમાનો તરીકે દમણના બ્રહ્મા કુમારી સેન્ટરના ડિરેક્ટર બી.કે. કાંતાબેન અને પારડીના બ્રહ્મા કુમારી સેન્ટરના ડિરેક્ટર બી.કે. વિનુ ભાઈ હાજર રહ્ના હતા. આ કાર્યક્રમ ૧૯ માર્ચ, ૨૦૨૬ સુધી ચાલુ રહેશે, જેમાં દરરોજ સાંજે ૬ઃ૩૦ થી ૮ઃ૦૦ વાગ્યા સુધી તણાવ રાહતના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે.
