ગણદેવીના ભાઠલાનો શખ્સ દારૂ સાથે ઝડપાયો
- byDamanganga Times
- 16 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૧૫ ઃ બિલીમોરા પોલીસ ટીમ દ્વારા બાતમીના આધારે વલસાડ ડુંગરી તરફથી આવતી ઍક ગ્રાન્ડ જ્ઞ્૧૦ નિયોસ કાર નં. ઞ્થ્-૨૧ ઘ્ચ્-૯૬૪૯ ને આંતરીને તપાસ કરતા, તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૭૩૭ બોટલો મળી આવી હતી.
પોલીસે દારૂનો જથ્થો, કાર, મોબાઈલ ફોન અને બે બનાવટી નંબર પ્લેટ સહિત કુલ રૂ.૪,૬૭,૪૫૦/- નો મુદ્દામાલ જ કર્યો છે. આ મામલે પોલીસે રીગલભાઈ કાળીદાસભાઈ કોળી પટેલ (રહે. ભાઠલા,હવાડા ફળિયા,ગણદેવી) નામના આરોપીની સ્થળ પરથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ગુનામાં સંડોવાયેલ અન્ય ઍક આરોપી આકાશભાઈ રવુભાઈ રાઠોડ (રહે.કૃષ્ણ મહોલ્લો, બિલીમોરા) ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના હેઠળ બિલીમોરા પીઆઈ જયદીપસિંહ ચાવડા અને તેમની ટીમે પ્રોહિબિશન ઍક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
