વાપી રાજસ્થાન ઍકતા મંડળના પ્રમુખની વરણી કરાઈ
- byDamanganga Times
- 16 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૫ ઃ રાજસ્થાન જૈન ઍકતા મંચ વાપીના મુખ્ય તરીકે સંજય ભંડારીની સર્વસંમતિથી નિમણુંક કરવામાં આવી છે.
વાપી ખાતે શ્રી રાજસ્થાન જૈન ઍકતા મંચની આજે મળેલ સામાન્ય સભામાં ઉપસ્થિત રહેલા તમામ હોદ્દેદારો અને આગેવાનોની સર્વસંમતિથી વાપી જૈન સમાજના અગ્રણીઓમાં સ્થાન ધરાવતા તથા સમાજ સેવક સંજય ભંડારીને વર્ષ ૨૦૨૬-૨૮ ઍટલે કે ત્રણ વર્ષ માટે સંસ્થાના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
નવા વરાયેલા પ્રમુખ સંજય ભંડારી છેલ્લા લગભગ ૨૦ વર્ષથી વાપી ખાતે જૈન સમાજની વિવિધ સંસ્થાઓ સાથે જોડાઈ સમાજસેવાના કાર્યોમાં સક્રિય રીતે યોગદાન આપી રહ્ના છે. તેમની નિમણૂંકને લઈ જૈન સમાજમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે જૈન વિશ્વ ભારતી લાડનૂંના ટ્રસ્ટી રાજેશ દુગડ, પૂર્વ અધ્યક્ષ ચૌથમલ સિન્ઘવી, સ્થાનકવાસી સંઘના અધ્યક્ષ અરુણ સિરોયિ, તેરાપંથ સમાજના અગ્રણીઓમાંના રમેશ કોઠારી સહિત સમગ્ર જૈન સમાજના આગેવાનોઍ સંજય ભંડારીને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના કાર્યકાળ માટે શુભકામનાઓ આપવામાં આવી હતી.
