Damanganga Times.

Damanganga Times.

March 16, 2026

યુઆઈઍની ચૂંટણી માટે ૨૭ ઉમેદવારો વચ્ચે જંગ

યુઆઈઍની ચૂંટણી માટે ૨૭ ઉમેદવારો વચ્ચે જંગ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા. ૧૫ ઃ ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનની આવનારી ચૂંટણીને લઈને પ્રક્રિયા તેજ બની છે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે સાંજે ૫ વાગ્યે ચૂંટણી સમિતિ દ્વારા ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરવામાં આવી હતી.

ફોર્મ ચકાસણી દરમિયાન ત્રણ ઉમેદવારોના ફોર્મ રદ થતાં કુલ ૩૪માંથી ૩૧ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્ના હતા. 

ત્યારબાદ આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે ચાર ઉમેદવારોઍ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું. ફોર્મ પરત ખેંચનાર ઉમેદવારોમાં ચિરાગભાઈ (ચંદન સ્ટીલ), પ્રવીણભાઈ જૈન (ચંદન સ્ટીલ), કેતન પંચાલ (કિલુ ફેબ્રિકેશન) અને વિવેક શાહ (શુભ લક્ષ્મી મેટલ ઍન્ડ ટ્યુબ પ્રાઈવેટ લિમિટેડ) નો સમાવેશ થાય છે. 

આ ચાર ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચાતા હવે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનની ચૂંટણીમાં કુલ ૨૭ ઉમેદવારો વચ્ચે સીધી ચૂંટણી જંગ જામશે. ચૂંટણીને લઈને ઉદ્યોગકારોમાં પણ ભારે રસ જોવા મળી રહ્ના છે.