આજે વાપી મનપાનું અંદાજિત બજેટ રજુ કરાશે
- byDamanganga Times
- 16 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૫ ઃ આજે વાપી મહાનગરપાલિકાનું અંદાજિત બજેટ વહીવટદાર અને વાપી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરની હાજરીમાં મંજૂરી આપવામાં આવશે આ બજેટમાં વાપીના વિકાસ માટે અનેક નવા પ્રોજેક્ટ હશે તેના પર નગરજનોની નજર રહેશે. વાપી મહાનગરપાલિકા બન્યા બાદ સતત બીજા વર્ષે વાર્ષિક બજેટ વહીવટદાર અને મ્યુનિસિપલ કમિશનર રજૂ કરી રહ્ના છે લગભગ અગામી ૨૬મી માર્ચના રોજ ચૂંટણી જાહેર થાય તે પહેલા નાણાકીય વર્ષ ૨૦૨૬ ૨૭ ના વાર્ષિક બજેટનું વાપી મહાનગરપાલિકાના વહીવટદાર અને વલસાડ જિલ્લાના કલેક્ટર ભવ્ય વર્મા તેમજ મ્યુનિસિપલ કમિશનર યોગેશ ચૌધરી દ્વારા આજે તારીખ ૧૬ ૩ ૨૦૨૬ ને સોમવારના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકે વાપી મહાનગરપાલિકાના સભાખંડમાં નગરજનો સમક્ષ રજુ કરશે જે બજેટ માં વાપીના વિકાસ માટે તૈયાર કરેલ રૂપરેખાઓ માં મોટા પ્રોજેક્ટની કે પ્રાથમિક સુવિધાઓ માટે રોડ રસ્તા પાણી ડ્રેનેજ આરોગ્ય તેમજ સ્ટ્રીટ લાઈટ અને સાફ સફાઈ પર ખૂબ જ ધ્યાન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્નાં છે.
