Damanganga Times.

Damanganga Times.

March 16, 2026

વલસાડમાં વિરાટ હિંદુ સંમેલન યોજાયું

વલસાડમાં વિરાટ હિંદુ સંમેલન યોજાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૫ ઃ વલસાડ નગરના હાલર વિસ્તારમાં વિરાટહિન્દુ સંમેલન યોજાયુંહિન્દુ ઍકતા સંઘ વલસાડ દ્વારા હાલર વિસ્તારમાં વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલનનો મુખ્ય ઉદ્દેશહિન્દુ ધર્મ, સંસ્કૃતિઅને પરંપરાનું રક્ષણ સાથે યુવા પેઢીને રાષ્ટ્રપ્રેમ, સમાજસેવા અને ધર્મ ગૌરવના માર્ગે-ેરિત કરવાનો હતો.કાર્યક્રમ દરમિયાન ઇસ્કોન મંદિરનાસંત રવિલોચનદાસ પ્રભુજીઍ પોતાના પ્રવચનમાં હિન્દુ સંસ્કૃતિના રક્ષણ માટેશસ્ત્ર સાથે શાસ્ત્રનું જ્ઞાન પણ આવશ્યક હોવાનું જણાવ્યું હતું. તેમણે ખાસ કરીને શ્રીમદ ભગવદ્ ગીતાના નિયમિત વાંચન અને જીવનમાં તેની મૂલ્યોને અપનાવવા પર ભારમૂક્યો હતો. આ પ્રસંગે રાજસ્થાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભીમસિંહ રાજપૂતે પોતાનાસંબોધનમાં સમાજમાં રહેલા જાતપાતના ભેદભાવને છોડીને સમગ્ર હિન્દુ સમાજે ઍકતા અનેસંગઠન સાથે આગળ વધવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનામુખ્ય વક્તાઍ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે સંઘની ૧૦૦ વર્ષની યાત્રા વ્યક્તિ નિર્માણથીરાષ્ટ્ર નિર્માણ સુધીની યાત્રા છે. તેમણે વર્તમાન સમયમાં ભારત સામે પડકારોઅને તેના સમાધાન અંગે વિસ્તૃત વિચાર રજૂ કર્યા હતા. કાર્યક્રમને સાંસ્કૃતિક રંગ આપવા દીકરીઓ દ્વારા ભારત માતાની વેશભૂષા રજૂ કરવામાં આવી હતી. ઉપરાંત નાના બાળકો દ્વારાનાટ્ય પ્રસ્તુતિ થકી જનજાગૃતિનો સંદેશ, પિરામિડ રચના, ભજનઅને દેશભક્તિ ગીતો દ્વારા ઉપસ્થિત સૌને દેશપ્રેમ અને સંસ્કૃતિ પ્રત્યે પ્રેરિતકરવામાં આવ્યા હતા. આકાર્યક્રમમાં બહોળી સંખ્યામાં હિન્દુ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્ના હતા અને સમાજપરિવર્તન તથા સંગઠન ભાવનાનો સંકલ્પ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે હિન્દુઍકતા સંઘના યુવાનો, કાર્યકર્તાઓતેમજ સમાજના આગેવાનોનો સક્રિય સહકાર મળ્યો હતો. હિંદુ ઍકતા સંઘ દ્વારા અબ્રામા, રેલવેયાર્ડ, તીથલરોડ, શહીદચોક, મોગરાવાડી જેવા વિસ્તારોમાં પણ હિંદુ સંગઠનમાટે સંમેલનના કાર્યક્રમો પુર્ણ કર્યા હતા.