મોટી ચણવાઈમાં તળાવમાંથી ગેર કાયદે પાણી ઉલેચતા તત્વો બેફામ
- byDamanganga Times
- 16 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૫ ઃ વલસાડના મોટી ચણવાઈ ગામમાં ઍક તરફ જનતા પાણી માટે વલખા મારી રહી છે. તો બીજી તરફ કેટલાક તત્વો દ્વારા તળાવ માં ગેરકાયદેસર રીતે મોટરો મૂકીને પાણી ચોરી કાઢી નાખવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે ઉનાળાની હજુ તો શરૂઆત થઈ છે ત્યાં જ દક્ષિણ ગુજરાતમાં જળ સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. ત્યારે વલસાડના મોટી ચણવાઈ ગામમાં ઍક તરફ જનતા પાણી માટે વલખા મારી રહી છે. તો બીજી તરફ કેટલાક તત્વો દ્વારા તળાવના પાણીનો બેફામ બગાડ કરવામાં આવી રહ્ના છે. ગેરકાયદેસર રીતે મોટરો મૂકીને પાણી ચોરીની આ ઘટના સામે આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે.વલસાડ ના મોટી ચણવાઈ ગામના દેસાઈવાડ વિસ્તારમાં આવેલા તળાવમાં માર્ચ મહિનો શરૂ થતાની સાથે જ પાણીની અછત વર્તાવા લાગી છે. ત્યારે આ ગામના જાહેર તળાવમાંથી ગેરકાયદેસર રીતે પાણી ઉલેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. અહીં કેટલાક તત્વો દ્વારા કોઈ પણ ડર વગર તળાવમાં ઍક-બે નહીં પણ કુલ ૪ મોટરો ઉતારીને પાણી ખેંચવામાં આવી રહ્નાં છે.
આડ્ઢર્યની વાત તો ઍ છે કે તળાવમાંથી પાણી ઉલેચવા માટે સ્થળ પર ઍક ટેમ્પો ઊભો રાખી, તેમાં ડંકી ફિટ કરી ૩ જેટલી મોટરો ચલાવીને સતત પાણી ખેંચવામાં આવી રહ્નાં છે. ઍક તરફ સરકાર પાણી બચાવવા માટે જળ અભિયાન ચલાવી રહી છે, ત્યારે બીજી તરફ મોટી ચણવાઈમાં ધોળા દિવસે તળાવ માંથી પાણી કાઢી નાખવામાં આવી રહ્નાં છે.
આ ગેરકાયદે પ્રવૃત્તિને કારણે ગામના ભૂગર્ભ જળ સ્તર નીચા જવાની અને આગામી દિવસોમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. જાગૃત ગ્રામજનોઍ આ બાબતે સખત વિરોધ નોંધાવ્યો છે અને માંગ કરી છે કે તળાવમાંથી ગેરકાયદે પાણી ખેંચતા આવા તત્વો સામે તંત્ર તાત્કાલિક કડક કાર્યવાહી કરે ઍવી ગ્રામજનો ની માંગ છે.
