Damanganga Times.

Damanganga Times.

March 16, 2026

ખેરગામ-વાવના ખેડૂતોનું રાજયપાલ દેવવ્રત દ્વારા સન્માન કરાયું

ખેરગામ-વાવના ખેડૂતોનું રાજયપાલ દેવવ્રત દ્વારા સન્માન કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ખેરગામ, તા. ૧૫ ઃ ખેરગામ-વાવના પ્રગતિશીલ ખેડૂતો મહેશભાઈ / મનિષાબેન પટેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા સઆજના સમયમાં વધુ પાક, કમાણી માટે રાસાયણિક ખાતરોનો ભરપૂર ઉપયોગ થાય છે. જેનાથી પાકેલા અનાજના વપરાશથી અનેક લોકો વિવિધ રોગ, જીવલેણ કર્ક રોગનો ભોગ બની રહ્ના છે. ત્યારે કુદરતી ખાતરોના વપરાશ પર ભાર મુકતા દેશના ઍકમાત્ર સાચા ધરતીપુત્ર મહા મહિમ રાજ્યપાલ માનનીય આચાર્ય દેવવ્રતજી અવલંબિત પ્રાકૃતિક ખેતી માટે રાજ્યભરના પ્રવાસમાં ખેડૂત આલમને માધ્યમ બનાવે છે. રાજકોટ ખાતે મોરારીબાપુની રામકથામાં પણ તેમણે ઘરડાઘર અને વૃક્ષ ઉછેર માટે થયેલી રામકથામાં પણ ખૂબ જ સુંદર વક્તવ્ય દ્વારા પ્રેરણા આપી હતી. તમામ ખેડૂતો માટે સારુ જીવન જીવવાની આશાનું કિરણ પ્રાકૃતિક ખેતી તરફ પગલાં ભરવા જણાવ્યું હતું.

આછવણી ગ્રામ પંચાયતના સભ્ય અને પ્રગતિશીલ ખેડૂત મહેશ ગુલાબભાઇ પટેલ તથા વાવ ગામના મનીષાબેન પટેલ પ્રગતિશીલ મહિલા ખેડૂતને રુમલા ખાતે પધારેલા રાજ્યપાલ મહામહિમ આચાર્ય દેવવ્રતના હસ્તે પ્રાકૃતિક ખેતી કરવા બદલ સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. જિલ્લા પંચાયત પ્રમુખ રાકેશ દેસાઈ તથા જિલ્લા વિકાસ અધિકારી સુસરી પુષ્પા લતા ઍ પણ અભિનંદન આપ્યા હતાં. બંને ખેડૂત ખેરગામ તાલુકાનું ગૌરવ છે. જેમને પોતપોતાના ગામના આગેવાનોઍ અભિનંદન પાઠવ્યા હતા.