Damanganga Times.

Damanganga Times.

March 16, 2026

કછોલી કન્યાશાળામાં ૧૭ જેટલા ટોયલેટના કામ માટે ગ્રાન્ટ ફાળવાઈ

કછોલી કન્યાશાળામાં ૧૭ જેટલા ટોયલેટના કામ માટે ગ્રાન્ટ ફાળવાઈ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા. ૧૫ ઃ ભારતીય સ્ટેટ બેંક  ગણદેવી શાખા અને રીજીયોનલ ઓફિસ નવસારીના સંયુક્ત સહયોગથી સામાજિક જવાબદારીના ભાગરૂપે ગાંધીઘર કછોલી ખાતે આવેલી બધિર કન્યા નિવાસી શાળામાં સેનેટરી બ્લોકના નવીનીકરણ અને રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ પ્રોજેક્ટ અંતર્ગત બેંક દ્વારા કુલ ૧૭ જેટલા ટોયલેટના કામ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ સુવિધાનો સીધો લાભ બધિર કન્યા શાળા તેમજ ત્યાં કાર્યરત બાલમંદિરની દીકરીઓને મળશે, જેનાથી શાળામાં સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વાતાવરણ વધુ સુદ્રઢ બનશે.આ સેવાકીય કાર્યના લોકાર્પણ પ્રસંગે લ્ગ્ત્ ગણદેવી શાખાના મેનેજર જીતેન્દ્ર કુંભાણી તથા બેંકનો અન્ય સ્ટાફ વિશેષ ઉપસ્થિત રહ્ના હતો. બેંકની આ ઉમદા કામગીરીને નિવાસી શાળાના સંચાલકો અને સ્ટાફ મિત્રોઍ બિરદાવી હતી. શાળા પરિવાર દ્વારા દીકરીઓની પાયાની જરૂરિયાત સમજીને કરવામાં આવેલી આ મદદ બદલ લ્ગ્ત્ ગણદેવી શાખાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.