ડાંગમાં પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદ દ્વારા ૬ મંદિરોનું લોકાર્પણ
- byDamanganga Times
- 16 March, 2026
ભારતના ૧૪માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી આજથી બે દિવસીય દંડકારણ્યની પાવન ધરા ડાંગ જિલ્લાના મહેમાન બન્યા છે, ત્યારે આ બે દિવસ દરમિયાન તેઓના વરદ હસ્તે કુલ ૮ હનુમાન મંદિરોનો ૨૫મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાય રહ્ના છે. ૩૧૧ હનુમાન મંદિરોના નિર્માણ યજ્ઞ ડાંગ પ્રયાગ હનુમાન યાગ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે શનિવારે આહવા તાલુકામાં આવેલા કુલ ૬ મંદિરનું લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે તેમની સાથે ૩૧૧ મંદિર નિર્માણનો સંકલ્પ લેનાર રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઇ ધોળકિયા અને હનુમાન મંદિર નિર્માણના પ્રેરણામૂર્તિ ડાંગના પ્રયોશા પ્રતિષ્ઠાનના સંસ્થાપક પી.પી. સ્વામીજી ખાસ ઉપસ્થિત રહ્ના હતાં.
ડાંગ જિલ્લાના ૩૧૧ ગામોના સર્વાંગી વિકાસ અને બાળકોમાં સંસ્કારના બીજ રોપાય તેમજ ગ્રામજનો વચ્ચે ઍકતા અને સંગઠનનો ભાવ વિકસે તે માટે સેવાના ભેખધારી અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઇ ધોળકિયાઍ ડાંગના પ્રયોશા પ્રતિષ્ઠાનના સંસ્થાપક પી.પી. સ્વામીજી પાસેથી પ્રેરણા મેળવી ૩૧૧ મંદિર બનાવવાનો સંકલ્પ લીધો હતો. જે પૈકી અત્યાર સુધીમાં ૧૭૫ મંદિરો નિર્માણ થઈ ચૂક્યા છે. મંદિર ક્રમાંક ૧૬૮થી ૧૭૫ - આઠ મંદિરોના ૨૫ માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આદિવાસી સંસ્કૃતિ સાથે ભવ્ય પ્રારંભ થયો હતો. પહેલા દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમની પત્ની અને પુત્રી, રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઇ અને દાતાઓ સાથે બોરથડા, બહેડાનામાળ, ડોન, મુરમબારી, કોદમાળ અને કલમવિહિર ગામમાં નિર્માણ થયેલા હનુમાન દાદાના મંદિરોનું લોકાર્પણ કર્યું હતું. પૂર્વ રાષ્ટ્રપતિ અને રાજયસભાના સાંસદઍ પણ આ ધાન્યની ટોકરી માથા પર મૂકી આદિવાસી રંગે રંગાયા હતા. દરેક મંદિરોમાં હનુમાન દાદાની આરતી અને હનુમાન ચાલીસાનું પઠન કરી ધન્યતા અનુભવી હતી. આ મુલાકાત વેળા ગામમાં આદિવાસી સમાજના લાભાર્થીઓને સહાય પણ વિતરણ કરવામાં આવી હતી. ડાંગ જિલ્લાના ગામોમાં પ્રજાજનોની સુવિધા માટેના વિકાસકાર્યો અંગે પણ પૂર્વ રાષ્ટ્રપતિઍ માહિતી મેળવી હતી.
આદિવાસી બાંધવોને સંબોધી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું કે, બાળકો દેશનું ભવિષ્ય છે. આ જ બાળકમાંથી ભવિષ્યમાં કોઈ મુખ્યમંત્રી, વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ બની શકે છે. જેથી બાળકોમાં શિક્ષણની સાથે સંસ્કારના પણ બીજ રોપાય ઍ જરૂરી છે. બાળકોને શિક્ષણથી વંચિત ન રાખતા ઍવી શીખ આપી વધુમાં જણાવ્યું કે, બાળકો શિક્ષણ મેળવશે તો જ ગામની, રાજ્યની અને રાષ્ટ્રની ઉન્નતી થશે. આ વેળા ડાંગ પ્રયાગ, હનુમાન યાંગ ૩૧૧ હનુમાન મંદિરોના નિર્માણ કાર્યના યજમાનો, દાતાઓ, તથા સેવાભાવી સ્વયંસેવકો, હનુમાનભકતો, તથા ગ્રામજનો સહિત પી.પી.સ્વામીજી ઉપસ્થિત રહ્ના હતા.
