દમણમાં વોલીબોલ-ફુટબોલ ટુર્ના. યોજાઈ
- byDamanganga Times
- 16 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૧૫ ઃ ખેલો ઇન્ડિયા ૨૦૨૬ નામના સ્વચ્છતા અભિયાનના ભાગ રૂપે, દમણ નગરપાલિકાઍ વોલીબોલ અને ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કર્યું. રમતવીરોમાં સ્વચ્છતાના મહત્વ અને સ્વસ્થ જીવનશૈલી વિશે જાગૃતિ લાવવા માટે ઍક ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
કાર્યક્રમ દરમિયાન, ખેલાડીઓને પ્રોત્સાહિત કરતી વખતે, તેમને કહેવામાં આવ્યું કે સ્વચ્છતા અપનાવવાની સાથે, તેમણે પોતાના પરિવાર અને આસપાસના લોકોને પણ સ્વચ્છતા અપનાવવા અને સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે પ્રેરણા આપવી જોઈઍ.
ટુર્નામેન્ટમાં વિજેતા અને ઉપવિજેતા ટીમોને ટ્રોફી અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે દમણ નગરપાલિકાના પ્રમુખ દીપિકાબેન ટંડેલ અને વોર્ડ નં. ૬ના કાઉન્સિલર ઍસ.પી. ભાઈ દમણિયા ખાસ ઉપસ્થિત રહ્ના હતા. તેમણે ખેલાડીઓને ટ્રોફી અને મેડલ અર્પણ કર્યા હતાં.
