શેરીમાળમાં કુદરતી ખેતી અંગે માર્ગદર્શન અપાયું
- byDamanganga Times
- 16 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૫ ઃ ધરમપુર તાલુકાના શેરીમાળ ગામમાં કોમ્યુનિટી રિસોર્સ પર્સન બચુભાઈ ગાંવિત અને કૃષિ સખી કમળાબેન પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાકૃતિક ખેતીને ઓછા ખર્ચની કુદરતી ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના મૂળભૂત સિદ્ધાંત મુજબ ખેડૂતે બહારના સંસાધનો બિલકુલ વાપરવાના નથી અને તેની પાછળ ખર્ચ પણ કરવાનો નથી. પોતાના ખેતરમાંથી પકવેલાં બિયારણનો જ ખેતી માટે ઉપયોગ કરવાનો છે. માત્ર ઍક દેશી ગાયના ગોબર-ગૌમૂત્રથી ૩૦ ઍકર જમીનમાં ખેતી થઈ શકે, નહીવત ઉત્પાદન ખર્ચ, રસાયણમુક્ત ખેત પેદાશ, વધારે ભાવ, પાણી અને વિજળીની બચત, મિત્ર કીટકનું રક્ષણ, જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે ઍવી સમજ ખેડૂતોને આપવામાં આવી હતી.
