Damanganga Times.

Damanganga Times.

March 16, 2026

ધરમપુરમાં તાલુકા કક્ષાનો મિલેટ મેળો અને પી.ઍમ. કિસાન ઉત્સવ યોજાયો

ધરમપુરમાં તાલુકા કક્ષાનો મિલેટ મેળો અને પી.ઍમ. કિસાન ઉત્સવ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૧૫ ઃ આંતરરાષ્ટ્રીય પોષક અનાજ વર્ષ-૨૦૨૩ના ઉપલક્ષ્યે મિલેટ ડેવલોપમેન્ટ યોજના અંતર્ગત ધરમપુર ખાતે તાલુકા કક્ષાનો મિલેટ મેળો તથા પી.ઍમ. કિસાન ઉત્સવ કાર્યક્રમ સ્થાનિક મેરેજ હોલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન વલસાડ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને પોષક અને હલકા ધાન્ય પાકોના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કૃષિ વૈજ્ઞાનિકો તેમજ ુપ્રગતિશીલ ખેડૂતો દ્વારા નાગલી, વરી, કાંગ અને કોદરા જેવા મિલેટ પાકોના પોષણમૂલ્ય, આરોગ્યલક્ષી ફાયદા અને તેની ખેતીથી ખેડૂતોને મળતા આર્થિક લાભ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત પાકોમાં મૂલ્યવર્ધન કરીને ખેડૂતો પોતાની આવકમાં વધારો કરી શકે તે અંગે પણ સમજણ આપવામાં આવી હતી.

આ પ્રસંગે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે ુપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મળતો રૂ. ૨૦૦૦નો હો ખેતીના ખર્ચમાં સહાયરૂપ બને છે. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા રસ્તા, પાણી, વીજળી અને રોજગાર જેવી સુવિધાઓમાં સતત વિકાસ કરવામાં આવી રહ્ના છે અને સરકારી કચેરીઓમાં પણ અગાઉની સરખામણીઍ સુવિધાઓમાં સુધારો થયો છે. કાર્યક્રમ દરમિયાન જણાવાયું હતું કે ધરમપુર તાલુકામાં અત્યાર સુધી ૩૯,૩૫૮ ખેડૂત લાભાર્થીઓને ૨૧ હામાં કુલ રૂ.૧૧૨.૫૦ કરોડથી વધુની સહાય ડીબીટી મારફતે આપવામાં આવી છે.

કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધરમપુરના પ્રાંત અધિકારી આર.સી. પટેલ, વલસાડ જિલ્લા પંચાયતના સભ્ય કાકડભાઈ, ખેતીવાડી અધિકારી માહલા સહિત અગ્રણીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્ના હતાં. કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ખેડૂતોને પ્રધાનમંત્રીના સંવાદ કાર્યક્રમ સાથે વર્ચ્યુઅલ રીતે જોડવામાં આવ્યા હતાં.