Damanganga Times.

Damanganga Times.

March 14, 2026

ઉમરગામની સગીરા સાથે દુષ્કર્મ ગુજારનારને ૨૦ વર્ષની સજા

ઉમરગામની સગીરા સાથે દુષ્કર્મ ગુજારનારને ૨૦ વર્ષની સજા


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૩ ઃ ઉમરગામ વિસ્તારના ઍક ગામડામાં રહેતી ૧૩ વર્ષની સગીરાને કપડાં અપાવવાના બહાને સરીગામ લઈ જઈ દારૂઠા નદી કિનારે દુષ્કર્મ ગુજારનાર આરોપી રણજીત ઉત્તમ આંધેરને વાપીની સ્પેશિયલ પોકસો કોર્ટના જજ ઍચ ઍન વકીલ દ્વારા ૨૦ વર્ષની સજા અને પીડિતાને રૂ. ૪ લાખ ચૂકવવાનો હુકમ કરાયો છે.

પ્રા વિગત મુજબ વર્ષ ૨૦૨૨ના જુન મહિનામાં ઉમરગામ તાલુકા ના ઍક ગામમાં રહેતી ૧૩ વર્ષની સગીરાને તેના જ કૌટુંબિક મામા જે સરીગામના ગોવનવાડીમાં રહેતા રણજીત ઉત્તમભાઈ આઘેર દ્વારા કપડાં અપાવવાના બહાને સરીગામ બાઈક ઉપર બેસાડી લઈ જઈ ત્યાંથી જીઍચસીઍલ કંપની પાછળના ભાગેથી પસાર થતી દારૂઠા નદી કિનારે જંગલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. જે અંગે આજે વાપીને સ્પેશિયલ પોકસો કોર્ટના જજ ઍચ ઍન વકીલની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી જે અંગે સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની ધારદાર રજૂઆત અને પુરાવાઓ રજૂ કરાતા આરોપી રણજીત આધેરને ૨૦ વર્ષની કેદ તેમજ ભોગ બનનાર કિશોરીને ગુજરાત વિકટીમ કેમ્પેન્શન્સસન સ્કીમ હેઠળ રૂપિયા ચાર લાખ  ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે.