Damanganga Times.

Damanganga Times.

March 14, 2026

વલસાડના સરકારી વકીલ અનિલ ત્રિપાઠીઍ પાંચ વર્ષમાં આરોપીઅોને સજાની સેન્ચ્યુરી ફટકારી

વલસાડના સરકારી વકીલ અનિલ ત્રિપાઠીઍ પાંચ વર્ષમાં આરોપીઅોને સજાની સેન્ચ્યુરી ફટકારી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૩ ઃ વલસાડ જિલ્લાની સેશન કોર્ટમાં સરકારી વકીલ તરીકે સેવા બજાવતા અનિલ ત્રિપાઠી દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૧૦૦ જેટલા વિવિધ ગુનાના આરોપીઓને સજા અપાવવા માં મહત્વની ભૂમિકા ભજવી છે જે  સમગ્ર વલસાડ અને નવસારી જિલ્લામાં પ્રથમ સરકારી વકીલ હશે. અનિલ ત્રિપાઠી દ્વારા ઓગસ્ટ ૨૦૦૩થી વલસાડ ખાતેની સેશન્સ કોર્ટમાં ક્રિમિનલ અને સિવિલ કેસો લડવાની શરૂઆત કરી ત્યારબાદ જૂન ૨૦૧૫ માં ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા વલસાડની સેશન્સ કોર્ટમાં ઍડિશનલ પી. પી. તરીકે નિયુક્તિ અને ત્યારબાદ માર્ચ ૨૦૧૯થી મુખ્ય જિલ્લા સરકારી વકીલ અને પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

આ સમય ગાળા દરમિયાન અનિલભાઈ ત્રિપાઠી દ્વારા વલસાડ જિલ્લાની સેશન અને સ્પેશિયલ કોર્ટમાં ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા જેવા કે હત્યા હાફ મર્ડર લૂંટ ચોરી છેડતી દુષ્કર્મ તેમજ વિશ્વાસઘાત જેવા અનેક ક્રિમિનલ આરોપીઓના કેસમાં સરકારી વકીલ તરીકે કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી. જે પૈકી આજે તા. ૧૩-૦૩-૨૦૨૬ ને શુક્રવારના રોજ ઉમરગામ તાલુકાના ઍક દુષ્કર્મના આરોપીને ૨૦ વર્ષની સજા તેમજ ભોગ બનનાર સગીરાને ચાર લાખનું વળતર અપાવવા ના જાહેર થયેલા જજમેન્ટ સાથે ૧૦૦ આરોપીઓને સજા અપાવવામાં આવી છે. જેને લઇ સરકારી વકીલ અનિલભાઈ ત્રિપાઠીને તેમના સાથી ઍડવોકેટ મિત્રો તેમજ સ્નેહીજનો તરફથી પણ અભિનંદન આપવામાં આવી રહ્ના છે. વલસાડ જીલ્લો અને નવસારી જિલ્લામાં ૧૦૦ જેટલા આરોપીને ટૂંકાગાળામાં જો કોઈ સરકારી વકીલે સજા અપાવવી હોય તો તે ઍકમાત્ર અનીલ ત્રિપાઠી દ્વારા અપાવાઈ હોવાનું છે. જે સમગ્ર વલસાડ જિલ્લા અને નવસારી જિલ્લામાં ખૂબ જ મહત્વની બની છે.