વલસાડમાં પાલિકાના ટ્રેકટરોનું સ્ટીયરીંગ મજુરોના હાથમાં?
- byDamanganga Times
- 14 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૩ ઃ વલસાડ શહેરના ઍમ.જી. રોડ પર આજે નગરપાલિકાના કચરાના ટ્રેક્ટર ચાલકે કાબૂ ગુમાવતા દુકાનો બહાર પાર્ક કરેલા વાહનોને અડફેટે લીધા હતા.
વલસાડ નગરપાલિકાના તંત્રની ઍક ભયાનક બેદરકારી સામે આવી છે, જેમાં સામાન્ય નાગરિકોના જીવને જોખમમાં મૂકીને ટ્રેક્ટરો ચલાવવાની જવાબદારી રીતસર મજૂરોના હાથમાં સોંપી દેવામાં આવી છે. શહેરમાં કચરો ઉપાડવા કે અન્ય કામગીરી માટે વપરાતા ટ્રેક્ટરો પર અનુભવી અને લાયસન્સ ધરાવતા ડ્રાઈવરોને બદલે દૈનિક વેતન પર કામ કરતા મજૂરો સ્ટીયરીંગ સંભાળતા જોવા મળી રહ્ના છે. છેલ્લા કેટલાક સમયથી વલસાડના વિવિધ વિસ્તારોમાં નગરપાલિકાના ટ્રેક્ટરો દ્વારા નાના-મોટા અકસ્માતોની ઘટનાઓ વારંવાર બની રહી છે. તપાસ કરતા જાણવા મળ્યું છે કે, પાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરો માત્ર ૭૦૦ રૂપિયા જેવા નજીવા વેતનમાં મજૂરો પાસે ટ્રેક્ટર ડ્રાઈવિંગ પણ કરાવી રહ્ના છે.
આ મજૂરો પાસે ન તો ભારે વાહન ચલાવવાનું લાયસન્સ હોય છે, ન તો રસ્તા પરના ટ્રાફિક ભીડભાડ વાળા વિસ્તારોમાં જ્યારે આવા બિનઅનુભવી મજૂરો ટ્રેક્ટર લઈને નીકળે છે, ત્યારે રસ્તા પર ચાલતા રાહદારીઓ અને વાહનચાલકોમાં ફાળ પડી જાય છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર આ બાબતે મૌન સેવી રહ્નાં છે.
જો કોઈ મોટી જાનહાનિ થશે, તો તેની જવાબદારી કોની રહેશે? શું પાલિકા તંત્ર કોઈ નિર્દોષનો ભોગ લેવાય તેની રાહ જોઈ રહ્નાં છે? શા માટે કાયમી ડ્રાઈવરોની ભરતી કરવામાં આવતી નથી? શું મજૂરો પાસે ડ્રાઈવિંગ કરાવવું ઍ ગુનાહિત બેદરકારી નથી? વલસાડની જનતા હવે આ મામલે કડક કાર્યવાહી અને જવાબદાર અધિકારીઓ સામે તપાસની માંગ કરી રહી છે.
