Damanganga Times.

Damanganga Times.

March 14, 2026

ટુકવાડામાં દીપડો પાંજરે પુરાયો

ટુકવાડામાં દીપડો પાંજરે પુરાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૩ ઃ પારડી તાલુકાના ટુકવાડા ગામમાં દીપડાને પાડી વન વિભાગની ટીમે પકડવા માટે ગોઠવેલ પાંજરામાં દીપડો પુરાઈ ગયો હતો અને પકડાઈ ગયો હતો આ સાથે વન વિભાગને મોટી સફળતા મળી હતી અને લોકો ભયમુક્ત બન્યા હતા સામાજીક વનિકરણ રેંજ પારડીના કાર્ય વિસ્તારમા આવેલ ટુકવાડા ગામે આહિર ફળીયા ખાતે બાબુભાઈ હણીયાભાઈ આહિરના ધરેથી વન્યપ્રાણી દિપડાને બકરાનુ તા.૧૦/૦૩/૨૦૨૩ના રોજ  મારણ કરવાની ફરીયાદ સરપંચ તેજલબેન દિપેશભાઈ પટેલ ટુકવાડા દ્વારા રેંજ ફોરેસ્ટ ઓફિસર પારડીને જાણ કરતા વન વિભાગનો સ્ટાફ તાત્કાલીક સ્થળની મુલાકાત કરી સ્થળ પર પાંજરૂ ગોઠવણ કરી હતી. ત્યાર બાદ ગઈ કાલ તા.૧૨/૦૩/૨૦૨૩ના રોજ  સાંજે આશરે  ૦૯ઃ૩૦ કલાકે વન્યપ્રાણી દિપડો પાંજરૂમા પુરાતા વન વિભાગ ટીમ સ્થળ પર પહોંચી પાંજરૂ કબજે લઈને વન્યપ્રાણી દિપડા નર-૧નો કબ્જો મેળવી સુરક્ષિત જગ્યાઍ ખસેડી લાવવામા આવેલ છે. જેનુ પશુચિકિત્સક પારડી ધ્વારા મેડીકલ ચેકઅપ કરી, નાયબ વન સંરક્ષક વલસાડના માર્ગદર્શન હેઠળ વન્યપ્રાણીને જંગલ વિસ્તારમા મુક્ત કરવાની આગળની કાર્યવાહી હાથ ધરવામા આવશે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા છ મહિનાથી ગામડાઓમાં દીપડા લીધે લોકો ભયભીતછે આવા નવા દીપડાઓ આવતા હોય લોકોના ઉપર હુમલો પણ થઈ ચૂક્યો છે ટુંકવાડામાં દીપડો પકડાતા લોકો ભય મુક્ત બન્યા છે અને વન વિભાગની ટીમને અભિનંદન આપ્યા હતાં.