Damanganga Times.

Damanganga Times.

March 14, 2026

સાપુતારામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત ઃ ટેલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગ ચિંતામાં

સાપુતારામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત ઃ ટેલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગ ચિંતામાં


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સાપુતારા, તા.૧૩ ઃ મધ્ય પૂર્વમાં વધતા જતા તણાવ વચ્ચે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેની પરિસ્થિતિની અસર હવે ગુજરાત સુધી પહોંચી હોવાનું જોવા મળી રહ્નાં છે. રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ઍકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો પુરવઠો ખોરવાતા હોટેલ ઉદ્યોગ અને ટેન્ટ સીટી રિસોર્ટ ઉધોગ ચિંતામાં મુકાયો છે. 

મળતી માહિતી મુજબ ગિરિમથક સાપુતારામાં હાલ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે. વૈશ્વિક પરિસ્થિતિને કારણે સપ્લાય ચેઇન પ્રભાવિત થતા ગેસ સિલિન્ડર સમયસર ઉપલબ્ધ ન થતાં હોટેલ,રિસોર્ટ,રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના ધંધા પર સીધી અસર પડી રહી છે. સાપુતારાની મોટી હોટેલોમાં હાલ બે થી ત્રણ દિવસ સુધી ચાલે તેટલો જ ગેસ સ્ટોક બચ્યો હોવાનું જાણવા મળે છે. જેના કારણે હોટેલ મેનેજમેન્ટ દ્વારા ઓછા ગેસના વપરાશ સાથે વ્યવસ્થા ચલાવી શકાય તે માટે કટોકટીય આયોજન હાથ ધરાયું છે.પરંતુ સૌથી વધુ મુશ્કેલી નાના ધંધાર્થીઓને પડી રહી છે. નાસ્તાની લારીઓ, નાના ફૂડ સ્ટોલ, ધાબા અને નાના રેસ્ટોરન્ટ ચલાવતા સ્થાનિક વેપારીઓ માટે ગેસ વગર રસોડું ચલાવવું મુશ્કેલ બની ગયું છે. પરિણામે અનેક સ્થળોઍ ધંધા બંધ થવાની સ્થિતિ સર્જાઈ રહી છે. આ પરિસ્થિતિને કારણે સાપુતારાના પ્રવાસન ધંધા સાથે સંકળાયેલા હજારો લોકોની રોજગારી પર પણ સંકટના વાદળ મંડરાઈ રહ્ના છે. હોટેલ ઍસોસિઍશન દ્વારા આ મુદ્દે જિલ્લા કલેકટરને રજૂઆત કરવાની તૈયારી ચાલી રહી છે. જેથી તાત્કાલિક ગેસ પુરવઠો સુચારૂ કરી શકાય.બીજી તરફ રિસોર્ટ, નાના રેસ્ટોરન્ટ અને લારી સંચાલકો પણ સરકાર સમક્ષ તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી રહ્ના છે.તેમનું કહેવું છે કે જો ગેસ પુરવઠો વહેલી તકે પુનઃ શરૂ નહીં થાય તો સાપુતારાના પ્રવાસન ધંધા સાથે સંકળાયેલા અનેક નાના વેપારીઓને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડી શકે છે.