થ્રીડીમાં ઍલપીજી- સીઍનજીનો પુરતો જથ્થો : પ્રશાસન
- byDamanganga Times
- 14 March, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
દમણ, સેલવાસ, તા. ૧૩ ઃ સિલવાસા - દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવ સંઘ પ્રદેશમાં ઍલપીઍજી અને સીઍનજીની ઉપલબ્ધતા અંગે પ્રશાસને સ્પષ્ટતા કરી છે કે વિસ્તારમાં ગેસની કોઈ અછત નથી અને પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગના સચિવની અધ્યક્ષતામાં ૧૨ માર્ચે ઍક બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન સંઘ પ્રદેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની ઉપલબ્ધતા અને પુરવઠાની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પ્રતિનિધિઓઍ જણાવ્યું હતુ કે લગભગ બે મહિનાનો બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે.
સાથે-સાથે ઘરગથ્થુ ઍલપીઍજીની નિયમિત બુકિંગ પણ ચાલુ છે પ્રશાસને જિલ્લા કલેક્ટરને સૂચના આપી છે કે ઍલપીઍજી સિલિન્ડરની જથ્થાબંધ સંગ્રહ અથવા કાળા બજાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
બીજી બાજુ શુક્રવાર સવારથી દમણમાં ગેસ ઍજન્સીઓની બહાર લોકોની લાંબી કતારો જોવા મળી હતી, પરંતુ ડેપ્યુટી કલેક્ટર પ્રિયાંશુ સિંહે જણાવ્યું હતું કે લોકોઍ ગભરાવાની જરૂર નથી. વહીવટીતંત્ર ઘરોમાં ગેસ સિલિન્ડર પહોંચાડવાનું સુનિડ્ઢિત કરી રહ્નાં છે. કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપવા પણ અનુરોધ કર્યો હતો.
રસોઈ ગેસ સંબંધિત કોઈપણ માહિતી કે ફરિયાદ માટે જિલ્લા વહીવટીતંત્રે ઍક કંટ્રોલ રૂમ પણ સ્થાપ્યો છે. નાગરિકો હેલ્પલાઇન નંબર ૧૦૭૭ પર સંપર્ક કરી શકે છે.
