વાપી મનપાનું લાખેણું લખમદેવ તળાવ ખંડેર બની ગયું
- byDamanganga Times
- 12 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
મનોજ ભંડારી દ્વારા
વાપી, તા. ૧૧ ઃ વાપી મહાનગરપાલિકાનું કરોડો રૂપિયાના ખર્ચે રીનોવેશન કરાયેલ લખમદેવ તળાવ માં મનોરંજન ની સામગ્રી તથા સ્ટોલ અને ગાર્ડન ખંડેર હાલતમાં હોય મુલાકાતિઓની સંખ્યા નહિવત પરંતુ માત્ર જુગારીયા અને નસેડીઓનું ધામ બની જવા પામ્યું છે.
પ્રા વિગત મુજબ વાપી નગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૧૫ ૧૬ માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મોડેલ ટાઉન યોજના તેમજ શ્ઝ઼ભ્-૭૮ હેઠળની ગ્રાંટમાંથી નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નં. ૧૦ માં આવેલ રે. સ.નં. ૧૦૭ વાળા લખમદેવ તળાવનો અંદાજે રૂ. ૪૨૫.૦૦ લાખના ખર્ચે વિકાસ કરવાનું કામ સને ૨૦૧૬-૨૦૧૭ માં પૂર્ણ કરવાનું આયોજન કરેલ છે. તથા જાહેર નાગરીકો માટે જોગીંગ ટ્રેક, સાયકલીંગ ટ્રેક, બેટરી કાર, બોટીંગ, ચીલ્ડ્રન્સ પ્લે ઍરિયા, સીનીયર સીટીઝન પાર્ક અને લેન્ડસ્કેપ ગાર્ડન જેવી સુવિધાઓ પુરી સાથે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ લખમ દેવ તળાવ ગાર્ડનમાં રોજના હજારોની સંખ્યામાં લોકો મુલાકાત લેતા હતા પરંતુ ત્યારબાદ વાપી નગરપાલિકામાં આ તળાવની માવજાત માટે ધ્યાન નહીં આપવામાં આવતા અને કોરોના દરમિયાન ઍક ખાનગી ઍજન્સીને તળાવ ડેવલોપિંગ અને તેની જાળવણી માટેની કામગીરી વાર્ષિક ધોરણે સોંપવામાં આવી હતી પરંતુ તે સાવ નિષ્ફળ જતા આજે વાપી મહાનગરપાલિકાનું લખમદેવ તળાવ ખંડેર હાલતમાં બન્યું છે. અહીં તળાવમાં બોટીંગ કે અન્ય કોઈ ઍક્ટિવિટી જોવા મળતી નથી અને બોટ ગાર્ડનમાં ખંડેર હાલતમાં તૂટેલી ફૂટેલી જોવા મળે છે સાથે ત્યારબાદ ફરીથી ગાર્ડનને ડેવલપિંગ કરવા માટે કરોડો રૂપિયાના ખર્ચે ૧૦ થી વધુ સ્ટોલ અને પ્રીવેડિંગ તેમજ સેલ્ફી પોઇન્ટ બનાવાયા જે પણ આકર્ષણનું કેન્દ્ર હતા આજે આ લખમદેવ ગાર્ડન તળાવમાં મોટાભાગના ફૂલ ઝાડ તેમજ કેટલાક ઝાડ સુકાઈ જવા પામ્યા છે અને સિનિયર સિટીઝન માટેનું ઍરીયા તથા ચિલ્ડ્રન ઍરીયાની હાલત ખૂબ જ ખરાબ થઈ જવા પામી છે અહીં તમામ સાધનો તૂટેલી હાલતમાં અને પે ન્યુઝ શૌચાલય પણ ખૂબ જ ખરાબ થઈ જવા પામ્યા છે. જોકે ર્મોનિંગ વોક માટે આવતા લોકો ને આ ગાર્ડનમાં વસી ગયેલા ઝેરી સાપ નો ડર પણ રહેલો છે. આ અંગે તાત્કાલિક વાપી મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા ગાર્ડનમાં સાફ-સફાઈ તેમજ કેટલીક જરૂરી કામગીરીઓ યુદ્ધના ધોરણે કરાવે અને ગાર્ડનને ફરીથી લોક ઉપયોગી માટે ખુલ્લો મુકાઈ તે જરૂરી છે.
