Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

ડીજીવીસીઍલ પર માર્ચ ઍન્ડિંગની તવાઈ : ગ્રાહકો પર બીલ ભરવા દબાણ

ડીજીવીસીઍલ પર માર્ચ ઍન્ડિંગની તવાઈ : ગ્રાહકો પર બીલ ભરવા દબાણ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીખલી, તા.૧૧ ઃ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ગ્રાહકોને હિસાબી વર્ષનો મહિનો હોય ત્યારે નાના નાના ગ્રાહકોને ફોન કરી પોતાના વીજ બીલના નાણા ભરી દેવા માટે જણાવી રહ્ના છે જોકે માર્ચ ઍન્ડિંગ હોય અને બાકી રહેલા નાણાં ભરાય તો સરકારી ચોપડે બાકી ઓછી બોલે અને જે તે કચેરીના હિસાબી ચોપડા પણ ચોખ્ખા થાય તે માટે ગ્રાહકોને ફોન કરીને વીજ બીલના નાણા ભરી દેવા માટે કર્મચારીઓ સતેજ બન્યા છે.

દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ગ્રાહકોને વીજબિલના નાણાં વહેલી તકે ભરવામાં આવે તે માટે ફોન કરી ગ્રાહકોને મનાવી રહ્ના છે જે તે વીજ કચેરી ના કાર્યક્ષેત્રમાં આવતા ધંધા રોજગાર ચલાવતા સંચાલકોના લાખો  રૂપિયા ના બિલો આવતા હોય અને નિયત સમયમાં ભરવામાં પણ ઢીલાશ રહેતી હોય તેવા વીજ ગ્રાહકોને કંઈ કહેવામાં આવતું નથી પરંતુ નાની નાની રકમના જે વીજ ગ્રાહકોના બિલો બાકી રહ્ના છે તેવા ગ્રાહકોને વીજ કંપની દ્વારા મોબાઈલ ફોન કરી વીજ બીલના નાણાં ભરી દેવા માટે જણાવી રહ્ના છે ભલે વીજ કંપનીના હિસાબી ચોપડા ક્લિયર કરવા માટે પૈસા વસુલી કરી રહ્ના છે પણ મોટા બીલો બાકી છે તેવા વીજ ગ્રાહકોને કંઈ કહેવામાં આવતું નથી જોકે જે તે વીજ કચેરીના હિસાબી ચોપડા ક્લિયર કરવા માટે મોટા મોટા બીલો ની ઉઘરાણી કરવામાં આવે તો હિસાબી વર્ષ માં કંઈ બાકી રહેતું નથી પરંતુ વીજ કંપની દ્વારા નાના નાના ગ્રાહકોને વીજ બીલના નાણાં વહેલી તકે ભરી દેવા માટે દબાણ પણ કરી રહ્ના છે.