દમણમાં રાંધણ ગેસ સિલિન્ડરના પેનિક બાઈંગથી અફરાતફરી
- byDamanganga Times
- 12 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૧૧ ઃ ઈરાન યુદ્ધની વૈશ્વિક અસરો હવે ભારત અને ખાસ કરીને સંઘપ્રદેશ દમણ સુધી પહોંચી હોય તેવું ચિત્ર ઊભું થયું છે. દમણમાં અચાનક રાંધણ ગેસની અછત ઊભી થઈ હોવાની અફવાઓઍ ભારે ગભરાટ ફેલાવ્યો છે. જેના પગલે ધોમધખતા તાપમાં પણ લોકો ગેસ ઍજન્સીઓ અને ગોડાઉનોની બહાર લાંબી કતારો લગાવીને કલાકો સુધી ઊભા રહેવા મજબૂર બન્યા છે. દમણમાં કોમર્શિયલ સિલિન્ડરોનો પુરવઠો તાજેતરમાં બંધ કરવામાં આવતા લોકોમાં ઍવો ડર પેસી ગયો છે કે, ઘરેલુ ગેસનો પુરવઠો પણ બંધ થઈ જશે. આ ‘પેનિક બાઇંગ’ને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને ગ્રાહકો પોતાના ટુ-વ્હીલર અને સાયકલ પર ખાલી સિલિન્ડર લઈને ઍજન્સીઓ બહાર ઉમટી પડ્યા છે. જોકે, વહીવટીતંત્ર અને ગેસ ઍજન્સીઓ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે શહેરમાં ઘરેલુ ગેસ સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરોની હોમ ડિલિવરી અને ઓનલાઈન બુકિંગ સર્વર રાબેતા મુજબ જ ચાલુ છે. તેથી દમણવાસીઓને સહેજ પણ ગભરાવાની જરૂર નથી. આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા અને ગેસના સપ્લાયને સુચારુ રાખવા માટે કેન્દ્ર સરકારે દેશભરમાં ઍસેન્શિયલ કોમોડિટી ઍક્ટ ૧૯૫૫ લાગુ કરી દીધો છે. ગેસની સંગ્રહખોરી અને કાળાબજારી અટકાવવા માટે ડિલિવરી ઍજન્ટો દ્વારા હવે બ્વ્ભ્ અથવા બાયોમેટ્રિક વેરિફિકેશનનો સખત રીતે અમલ કરવામાં આવી રહ્ના છે. આ ઉપરાંત, ભવિષ્યની કોઈપણ સ્થિતિને પહોંચી વળવા સરકારે તમામ ઓઇલ રિફાઇનરીઓને ન્ભ્ઞ્ ઉત્પાદન વધારવાનો આદેશ આપ્યો છે. જેના પગલે ઉત્પાદનમાં ૧૦ ટકાનો વધારો પણ નોંધાયો છે. આ ગભરાટ વચ્ચે તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ખોટી અફવાઓથી દૂર રહે, બિનજરૂરી રીતે કતારોમાં ઉભા રહીને ચિંતામાં ન મુકાય અને શાંતિપૂર્વક પોતાની જરૂરિયાત મુજબ જ ગેસનું બુકિંગ કરાવે.
