નવી દિલ્હીમાં કપરાડાના કુંજાલી પટેલને જન નૈત્રી સન્માન ઍવોર્ડ ઍનાયત
- byDamanganga Times
- 11 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા. ૧૦ ઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વલસાડ જિલ્લા ના કપરાડા તાલુકા પંચાયત સભ્ય અને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ મહામંત્રી કુંજાલી.ડી.પટેલ ને કોન્સ્ટિટ્યૂશન ક્લબ ઓફ ઈન્ડિયા નવી દિલ્હી ખાતે પ્રતિષ્ઠિત પુરસ્કાર જન નેત્રી સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા. ત્લ્ઝ઼ દ્વારા આયોજિત આ ઍવોર્ડ સમારોહમાં ભારત ભરમાંથી ૧૦ ચૂંટાયેલા પાયાના મહિલા નેતાઓની પસંદગી કરવા માં આવી હતી જેમાં નાનાપોંઢા તાલુકાના સુખાલા ગામ ની દીકરી કુંજાલી દીપકભાઈ પટેલ તેમના સંબંધિત ક્ષેત્રોમાં, ખાસ કરીને મહિલા સશક્તિકરણ, યુવા નેતૃત્વ અને પર્યાવરણ ના જતન માટે જે ચુલા વિતરણ ની મુહિમ ચલાવી હતી જેની નોંધ રાષ્ટ્રીય કક્ષા ઍ લેવાતા આ પ્રતિષ્ટિ ઍવોર્ડ મેળવવા માટે મુખ્ય કારણ બન્યું હતું, આ ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. પુરસ્કાર પ્રા કરવા બદલ આભાર વ્યક્ત કરતા, કુંજાલી પટેલ ઍ જણાવ્યું હતું કે આ પુરસ્કાર હું મારા મતવિસ્તારના લોકોને સમર્પિત કરું છું. આ સન્માન ફક્ત મારું નથી પરંતુ મારા મતવિસ્તારની મહિલાઓ, યુવાનો અને સમગ્ર સમુદાયનું છે. તેમની ભાગીદારી, વિશ્વાસ અને સમર્થનથી આ યાત્રા શક્ય બની છે. આ આપણા સામૂહિક પ્રયાસોનું પરિણામ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે તેમના વિસ્તારમાં પ્રગતિ અને સફળતા સ્થાનિક સમુદાયની સક્રિય ભાગીદારી અને સહયોગની ભાવનાને કારણે શક્ય બની છે. તેમણે ઍ પણ ભાર મૂક્યો કે તેમનું મોટાભાગનું કાર્ય સ્થાનિક સંઘઠન ના સમર્થનને કારણે શક્ય બન્યું છે.
