Damanganga Times.

Damanganga Times.

March 11, 2026

નાનાપોîઢાની દિકરીઍ ૩ અોવરમાં ૬૬ રન ફટકાર્યા

નાનાપોîઢાની દિકરીઍ ૩ અોવરમાં ૬૬ રન ફટકાર્યા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

નાનાપોîઢા, તા. ૧૦ ઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગુજરાત ટેનિસ બોલ ક્રિકેટ ઍસોસિયેશનના નેજા હેઠળ વલસાડ ટેનિસ બોલ ક્રિકેટ ઍસોસિયેશન દ્વારા વલસાડના શાહ ઍન.ઍચ. કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે ઓપન ગુજરાત મહિલા ટેનિસ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં વલસાડ જિલ્લાની સાથે નાનાપોઢા અને કપરાડા તાલુકાની ટીમોઍ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કુલ ૮ ટીમોઍ ભાગ લઈ મેચોને રોમાંચક બનાવી હતી.ટૂર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ મંત્રી સોનલબેન સોલંકી, વલસાડ ટેનિસ બોલ ક્રિકેટ ઍસોસિયેશનના પ્રમુખ કેયુરભાઈ પટેલ, સેક્રેટરી નિલેશ કોસીયા, સામાજિક કાર્યકર વિનોદભાઈ પટેલ, સી.બી.આઈ. વલસાડના સી.ઍમ. મકવાણા, ભાગદાવડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ બકુલભાઈ જોષી તેમજ ભરતભાઈ બલસારા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતા. મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવી અને રિબન કાપી ટૂર્નામેન્ટનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો.

સ્પર્ધામાં ખાસ આકર્ષણ બની નાનાપોઢા તાલુકાના ભંડારકચ્છ ગામની આદિવાસી દીકરી પાયલ ભૂરકુંડ. પાયલે પોતાની શાનદાર બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે માત્ર ૩ ઓવરમાં જ ૬૬ રન ફટકારી તોફાની પ્રદર્શન કર્યું હતું. તેના આ દમદાર ખેલ બદલ તેને મેન ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારની આદિવાસી દીકરીનું આ પ્રદર્શન મહિલા ખેલાડીઓ માટે પ્રેરણાદાયક બન્યું હતું. ટૂર્નામેન્ટમાં દિવસભર રસપ્રદ મુકાબલા જોવા મળ્યા હતા. અંતિમ મુકાબલામાં શાહ ઍન.ઍચ. કોમર્સ કોલેજની ટીમે ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યું, જ્યારે કળશ ઇલેવન ટીમ રનરઅપ રહી હતી. સમાપન પ્રસંગે વિજેતા અને ઉપવિજેતા ટીમોને ટ્રોફી, મેડલ અને -માણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહિલા દિવસ નિમિત્તે યોજાયેલી આ રમતોત્સવથી મહિલા ખેલાડીઓમાં નવી ઊર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થયો હોવાનું આયોજકોઍ જણાવ્યું હતું.