વાપીમાં અોનલી લેડીઝ રકતદાન કેમ્પ યોજાયો ઃ ૫૭ યુનિટ રકત ઍકત્ર કરાયું
- byDamanganga Times
- 11 March, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૦ ઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વાપીમાં માનવ સેવા અને સમાજસેવાના ઉત્તમ ઉદ્દેશ સાથે ઇનર વ્હીલ ક્લબ ઓફ વાપી અને દેવાણી પરિવાર દ્વારા સ્વ. ભાવનાબેન દેવાણીની પવિત્ર સ્મૃતિમાં ૨૮મો ‘ઓનલી લેડીઝ’ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. મહિલાઓના ઉત્સાહભર્યા સહકારથી આ કેમ્પમાં કુલ ૫૭ યુનિટ બ્લડ ઍકત્રિત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઇનર વ્હીલ ક્લબ ઓફ વાપીની પ્રમુખ જ્યોતિ શાહ અને ક્લબના સભ્યો સાથે દેવાણી પરિવારઍ ઉપસ્થિત રહી તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી ક્લબ ઓફ વાપીના પ્રમુખ પરાગ વોરા, ડિરેક્ટર મેડિકલ સર્વિસ ડૉ. ઍસ.ઍસ. સિંહ, ભ્ય્ત્ભ્ કલ્યાણ બેનર્જી, રોટરી ક્લબના સભ્યો તેમજ ગિફટ સ્પોન્સર્સનો મહત્વપૂર્ણ સહયોગ મળ્યો હતો.
કેમ્પ માટે સ્થળ અને સહકાર આપવા બદલ સૌ. સાન્ડ્રા શ્રોફ કોલેજ ઓફ ર્નસિંગના પ્રિન્સિપાલ ડૉ. અનિતા નવાલે, મેનેજમેન્ટ, સ્ટાફ અને વિદ્યાર્થીઓનો ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
તેમજ બ્લડ સંગ્રહ અને તબીબી સેવાઓ માટે નુકેમ બ્લડ બેંક, હરિયા ઍલ.જી. રોટરી હોસ્પિટલ અને તેના સ્ટાફે પણ મહત્વપૂર્ણ સેવાઓ આપી હતી.આ અવસરે આયોજકોઍ જણાવ્યું હતું કે, સમાજસેવાના આ પવિત્ર કાર્યમાં સીધા કે આડકતરી રીતે જોડાયેલી તમામ મહિલાઓ અને દાતાઓ પ્રત્યે તેઓ હૃદયપૂર્વક આભારી છે. મહિલાઓની સક્રિય ભાગીદારીથી આ બ્લડ ડોનેશન કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
