દમણમાં ગો ગર્લ્સ બીચસાઇડ નાઇટ રન યોજાઈ
- byDamanganga Times
- 11 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા.૧૦ ઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર સામાજિક કલ્યાણ / મહિલા અને બાળ વિકાસ વિભાગ, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન દ્વારા મોતી દમણના લાઇટહાઉસ બીચ ખાતે ગો ગર્લ્સ બીચસાઇડ નાઇટ રન (ઙ્કઞ્ં ઞ્જ્ઞ્શ્વશ્રસ્ન્ ર્ગ્ફૂણૂત્ર્સ્ન્જ્ઞ્ફુફૂ ફજ્ઞ્ત્ર્દિં્દ ય્્યઁઙ્ખ)નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને પોતાની સુરક્ષા, માન અને ગૌરવ અંગે કોઈ ભય કે ચિંતા વગર રાત્રિના સમયે જાહેર સ્થળોનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવો તેમજ સુરક્ષા, આત્મવિશ્વાસ અને ઍકતાની ભાવનાને મજબૂત બનાવવાનો હતો. સરોજબેન ભંડારી, દેવાંશી બિષ્ટ, અક્ષતા ધવલ જૈન કાર્યક્રમમા ઉપસ્થિત રહ્ના હતાં.
આ મેરેથોનમાં પ્રદેશની મહિલાઓ અને નાગરિકોઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. તેમાં ૫ કિમી, ૧૦ કિમી તથા પ્રથમ વખત આયોજિત ૨૧ કિમી હાફ મેરેથોનનો સમાવેશ થયો, જેમાં દરેક વય જૂથની મહિલાઓને ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવી.
આ પહેલને સોશિયલ મીડિયા પર વ્યાપક પ્રતિસાદ મળ્યો. ઇન્ફલુઍન્સર બાગમી મિશ્રા, વાહિદા ઇદારિયા, ઉમંગ વ્યાસ તથા લોકપ્રિય ઇન્સ્ટાગ્રામ પેજ દમણ પબ્લિસિટી, ઝ઼ફણ્ ્રૂ ઝ઼ઝ઼ ટુરિઝમ, ગર્લ્સ ઓફ દમણ અને દમણ સ્પોર્ટ્સ લવર્સઍ કાર્યક્રમને પ્રોત્સાહન આપ્યું.
રેડિયો પાર્ટનર પ્ળ્ જ્પ્ ઍ ગુજરાત ભરમાં કાર્યક્રમનો પ્રચાર કર્યો અને સ્થળ પર ય્થ્ પ્રતિક્ષા તથા પ્ળ્ જ્પ્ ટીમ હાજર રહી, જેમણે મેરેથોનનું કવરેજ કર્યું અને ભાગ લેનારાઓ સાથે તથા સમાજ કલ્યાણ અને મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ, ઝ઼ફણ્ ્રૂ ઝ઼ઝ઼ અજય કુમાર ગુા સાથે સંવાદ કર્યો.
ભાગ લેનારાઓને વિવિધ કેટેગરીમાં ૩૦થી વધુ ઇન-કાઇન્ડ ઇનામો તેમજ ઘણા નગદ અને વિશેષ ઇનામો આપવામાં આવ્યા. કાર્યક્રમ દરમિયાન અંતર્મન યોગ સ્ટુડિયો દ્વારા યોગ સત્ર, અને ટ્રેનર દ્વારા ઝુંબા તથા વિવિધ કલાકારોની રજૂઆતો તેમજ મહિલાઓ દ્વારા સંચાલિત ફલી માર્કેટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આભૂષણ, કપડાં અને સજાવટની વસ્તુઓ સહિત અનેક ખાની પીની ના ઉત્પાદનો રજૂ કરવામાં આવ્યા. આ કાર્યક્રમ ખરેખર મહિલાઓ માટે, મહિલાઓ દ્વારા અને મહિલાઓનો ઉત્સવ રહ્ના.
