Damanganga Times.

Damanganga Times.

March 11, 2026

આહવા સાઇબર ક્રાઇમ દ્વારા મહિલાઓને સાઇબર અવરનેશ અંગેની માહિતી આપી

આહવા સાઇબર ક્રાઇમ દ્વારા મહિલાઓને સાઇબર અવરનેશ અંગેની માહિતી આપી


આહવા, તાં. ૧૦ ઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આજરોજ આદિવાસી સાંસ્કૃતિક ભવન આહવા ખાતે ડાંગ જિલ્લા કક્ષાના મહિલા સંમેલનૅ નો કાર્યક્રમ યોજાયો હતો. 

આ પ્રંસગે આહવા સાઇબર પોલીસ સ્ટેશનના પી.આઇ  મહેશભાઇ ઢોઢીયાના માર્ગદર્શન હેઠળ સાઇબર પોલીસની ટીમ દ્વારા કાર્યક્રમમાં આવેલ મહિલાઓને સાયબર અવેરનેસ વિશે માહિતી આપી મહિલાઓને જાગૃત કરવામાં આવ્યાં હતાં. પોલીસે મહિલાઓ તથા વિદ્યાર્થીનીઓને સાયબર ફ્રોડ કેવી રીતે થાય અને સાયબર ફ્રોડ થાય તો શું કરવું જોઈઍ તે અંગેની અગત્યની માહિતી આપવામાં આવી હતી. તેમજ જ સાઇબર ફ્રોડ થાય તો તાત્કાલિક ૧૯૩૦ પર કોલ કેવી રીતે કરવો તે અંગેની પણ માહિતી આપવામાં આવી હતી. આ સાથે જ પોલીસે સાઇબર અવેરનેશ બાબતેના બેગ તથા પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.