ચીખલી આલીપોર ઓવરબ્રિજ નીચેના બિસ્માર રસ્તાથી વાહન ચાલકો પરેશાન
- byDamanganga Times
- 11 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૧૦ ઃ ચીખલી નજીક આલીપોર ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડની બિસ્માર હાલત ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય વાહનો પસાર થાય ત્યારે ધુળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો પરેશાન.
ચીખલી નજીક આલીપોર ગામની હદમાં છેલ્લા કેટલાક સમયથી બ્રિજની નીચેનો સર્વિસ રોડ બિસ્માર હાલતમાં હોય તેમ જ ઠેર ઠેર ખાડાઓના સામ્રાજ્યના કારણે વ્યાપક પ્રમાણમાં ધૂળની ડમરીઓ ઉડતી હોય જેના કારણે વાહન ચાલકોઍ ભારે પરેશાની વેઠવી પડતી હોય છે આલીપોર ઓવરબ્રિજ નીચેનો સર્વિસ રોડ ને.હા નંબર ૪૮ ને જોડતો હોય આ માર્ગ ઉપરથી સંખ્યાબંધ વાહનો અને ઓવરલોડ ટ્રકો પસાર થતી હોય ખાડાઓના કારણે મોટા વાહનો ચાલકોઍ પોતાના વાહનનું સમતોલન જાળવવું પણ મુશ્કેલ હોય છે આ ઉપરાંત સર્વિસ રોડ અંભેટા કેસલી થઈ ગણદેવી નવસારી તરફ જતો હોય ત્યારે આ રસ્તાની યોગ્ય મરામત કરવાની તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે આ સર્વિસ રોડ ઉપરથી પસાર થતાં દ્રીચક્રિય વાહન ચાલકોની હાલત પણ ધુળની ડમરીઓના કારણે ખરાબ થઈ રહી છે આ બિસ્માર સર્વિસ રોડ ઉપરથી વારંવાર દર્દીઓને લઈ જતી ઍમ્બ્યુલન્સ પણ પસાર થતી હોય ત્યારે તંત્ર દ્વારા આ સર્વિસ રોડ ને વહેલી તકે રિપેર કરવામાં આવે તે જરૂરી છે.
