વાઘલધરામાં વીજકર્મીનું વીજપોલ પર કરંટ લાગતાં મોત
- byDamanganga Times
- 11 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૦ ઃ વલસાડ તાલુકાના વાઘલધરાગામે વીજ રીપેરીંગ કરવા માટે થાંભલા પર ચઢેલા સોનવાડાગામના ૩૮ વર્ષીય કર્મચારીને લાઈન રીપેરીંગ કરતી વખતે અચાનક વીજ કરંટ લાગતા જમીન પર પટકાયેલા વીજ કર્મચારીનો ઘટના સ્થળે મોત નીપજતા વીજ કર્મચારીઓમાં શોકની કાલીમાં ફેલાઈ ગઈ છે.
વલસાડ તાલુકાના સોનવાડા ગામે રહેતો જતીનકુમાર ઠાકોરભાઈ પટેલ ઉંમર વર્ષ ૩૮ જેવો વીજ કંપનીમાં કામ કરે છે. જતીન પટેલ વલસાડના વાઘલધરાગામના વારી ફળિયામાં જતીનકુમાર પી.ઍસ. સી.પોલ પર આશરે ૧૦ ફૂટની ઊંચાઈઍ ચડીને ડી.ઓ. જમ્પર બાંધવાની કામગીરી કરી રહ્ના હતા. વીજ થાંભલા પર ચડી રીપેરીંગ કામ કરી રહ્ના હતો. તે દરમિયાન અચાનક વીજ કરંટ લાગતા તે જમીન પર પટકાતા તેનો ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતા વીજ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.
વીજ કર્મચારી જતીનકુમારના અવસાનથી સોનવાડા ગામ અને તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
તેમના લગ્ન વર્ષ ૨૦૨૪માં જ થયા હતા અને તેઓ ઍક બાળક તથા પત્નીને વિલાપ કરતા છોડી ગયા છે.
