નનકવાડામાં ઝટકા મશીનથી કરંટ લાગતાં ભેîસનું મોત અને ખેડૂતને વીજચોરીનો દંડ
- byDamanganga Times
- 11 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૦ ઃ વલસાડના નનકવાડાગામે આવેલ ખારીયા ફળિયામાં વીજ ચોરી કરનાર સામે ઝટકા મશીનમાં વીજ કરંટ પાસ થતા બે દિવસમાં બે ભેસના મોત થવાની ઘટના બનતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જોકે વિજ કર્મચારીઍ તપાસ કરતા ચોરી કરનારને રૂ. ૨૦ હજાર થી વધુ નો દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળ્યું છે.
શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી વીજ લાઈન ખુલ્લા થાંભલા પર નાખવામાં આવતા હતા જેના કારણે વીજ ચોરી મોટા પ્રમાણમાં થતી હતી આ વીજ ચોરીને રોકવા માટે વીજ કંપની દ્વારા અવારનવાર ચેકિંગ અને છાપો મારવામાં આવતો હોય અને લાખો રૂપિયાનો દંડ પણ ઓછુ લાભ કરવામાં આવે છે. પરંતુ આવી જ ચોરો ચોરી કરવામાં પાછળ પડતા નથી. ખુલ્લા વાયર વરસાદમાં વાવાઝોડા થી તેમજ થાંભલા પડવાની ઘટનાથી અકસ્માતો થવાતા હોય છે તો તેમાં કેટલાક મૂંગા પશુઓ કે મનુષ્યના જીવ પણ જતા હોય છે. લોકોનું જીવન સાથે કોઈ અણ બનાવ ન બને તેમજ વીજ ચોરીને અટકાવવા માટે ફરીવાર સરકાર દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કેબલ વાયર નાખવામાં આવી રહ્ના છે. ત્યારે વલસાડ શહેર નજીક ના નનકવાડા ગામ ના ખારીયા ફળિયામાં રહેતા ચેતનભાઇ વિઠ્ઠલભાઈ પટેલ નામના વ્યક્તિઍ પોતાની વાડીમાં સિંચાઈ નું પાણીની મોટર ચલાવવાના હેતુથી વીજ થાંભલા લંગર નાખી વીજ ચોરી કરતો હતો. જોકે ખુલ્લા અને જોખમી વાયર જમીન પરથી લઈ જતા આજરોજ સવારે ત્યાંથી પસાર થઈ રહેલી ઍક ભેંસ ખુલ્લા વાયરના સંપર્કમાં આવતા ભેંસ ને વીજ કરંટ લાગતાં તેનું મોત નીપજવાની ઘટના બની હતી. જોકે છેલ્લા બે દિવસમાં વીજ કરંટથી બે ભેસના મોત થવાની ઘટના બનતા ગ્રામજનોમાં વીજ ચોર સામે ભારે રોષ જોવા મળી રહ્ના છે. ભેંસને વીજ કરંટ લાગવાની ઘટના અંગે સ્થાનિકોઍ જે અંગેની જાણ દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ (ઝ઼ઞ્સ્ઘ્ન્/ઞ્ચ્ગ્) ને કરતા ઘટના સ્થળે તાત્કાલિક વીજ કર્મચારીઓ દોડી ગયા હતા અને તપાસ દરમિયાન જોયું તો ગામનો ચેતન વિઠ્ઠલ પટેલે લંગર નાખી વીજ ચોરી કરતો હોવાનું અંગે હાથે પકડાઈ ગયો હતો.
જોકે વીજ ચોરી કરનાર ચેતન પટેલ સામે વીજ કંપનીઍ આશરે ૨૦ હજારથી વધુનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરતાં ગામમાં ચકચાર મચી જવા પામી છે.
