Damanganga Times.

Damanganga Times.

March 11, 2026

અતુલમાં રખડતા શ્વાનને બચાવવા જતાં જાનથી મારી નાખવાની ધમકી !

અતુલમાં રખડતા શ્વાનને બચાવવા જતાં જાનથી મારી નાખવાની ધમકી !


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૦ ઃ અતુલ ફર્સ્ટ ગેટ વિસ્તારમાં રખડતા શ્વાન પર ધારદાર હથિયારથી હુમલો કરવા બાબતે પાડોશીને ઠપકો આપવા ગયેલી વિસ્તારની  ઍક મહિલા અને તેના પરિવારને જીવથી મારી નાખવાની અને ઘર ખાલી કરાવી દેવાની ધમકી આપતાં મહિલાઍ વિસ્તારમાં રહેતા ચાર ઈસમો વિરુદ્ધ વલસાડ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અતુલ ફર્સ્ટગેટ રાઈ ભાઈની ચાલમાં મંજુબેન ધર્મેશભાઈ બિંદ્રા ઉંમર વર્ષ.૪૦ રહે છે. 

ગઈકાલે તા. ૦૯/ ૦૩/ ૨૦૨૬ ના સવારે ૬ ઃ ૪૫ કલાકે  રસોઈ બનાવતી હતી તે દરમિયાન પાડોશમાં રહેતા ઈરફાન શેખે કાસીફ ઈરફાન શેખના હાથમાંથી ધારદાર હથિયાર ઝૂંટવી લઈ ત્યાં રખડતા નિર્દોષ શ્વાન પર હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં શ્વાન જીવ બચાવવા મંજુબેનની કાર નીચે ભરાઈ ગયું હતું. મંજુબેને ઇસમોને રોકતા તેઓ ઉશ્કેરાઈ જઈ ગંદી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી કે  ‘તું બહાર નીકળ તને પણ મારશું. જો કુતરાની કોઈ પણ દવા કરશો તો તમને જાનથી મારી નાખીશું અને જો પોલીસ ફરિયાદ કરશો તો બીજા દિવસે ઘરમાં ઘૂસીને મારીશું’ ઍટલું જ નહીં, આરોપીઓઍ પરિવારને ઘર ખાલી કરાવી દેવા ધમકી આપી હતી. ડરી ગઈને મહિલાઍ તાત્કાલિક ૧૮૧ મહિલા હેલ્પલાઇન નંબર પર ફોન  કરી મદદની માંગ કરતા મામલો વલસાડ રૂરલ પોલીસ મથકમાં ગયો હતો. 

મંજુબેને પાડોશી આરોપી ઍવા ઈરફાન શેખ, નૂરી ઈરફાન શેખ,  આતિક ઇરફાન શેખ, અને કાશીફ ઈરફાન શેખ તમામ રહે. અતુલ ફસ્ટ ગેટ અહમદી મસ્જિદની પાછળ તા.જી. વલસાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ કરી છે.