ધરમપુરના ધારાસભ્યને વર્લ્ડ કપ ફાઈનલની બે ટીકીટ સુધ્ધાં ન મળી!
- byDamanganga Times
- 11 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૦ ઃ ગુજરાત ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ અને ધરમપુર વિધાનસભા બેઠકના ધારાસભ્યને વર્લ્ડ કપની ફાઇનલ મેચની ટિકિટ ન મળવાના મુદ્દે ગુજરાત વિધાનસભામાં વાત કરવા જતાં ઍ બાબત ચર્ચાનો વિષય બની છે. ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન આજે ઍક અનોખો અને ચર્ચાસ્પદ કિસ્સો જોવા મળ્યો હતો. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાયેલી આઈસીસી મેન્સ ટી૨૦ વર્લ્ડકપ-૨૦૨૬ની ફાઈનલ મેચની માત્ર બે ટિકિટો તેઅો ભાજપના ધારાસભ્ય હોવા છતાં ન મળવા મામલે ગૃહમાં જાહેર જણાવ્યું હતુ કે મેચ જાવા માટે અોનલાઈન બુકીંગની વ્યવસ્થાને કારણે તેમને છેલ્લી ઘડીઍ ટીકીટ મળી શકી ન હતી. તેમણે રમુજમાં ઍવી ટીપ્પણી પણ કરી હતી કે રમત-ગમત મંત્રી પણ ટિકિટની વ્યવસ્થા શકયા ન હતાં. ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની આ વાત બાદ ઍના રાજકીય પ્રત્યાઘાત પણ સર્જાયા હતાં
અને કોîગ્રેસના સુત્રોઍ મેચની ટીકીટ ન મળવા જેવો મુદ્દો ગૃહમાં ઉપસ્થિત કરવાની જગ્યાઍ પોતાના મત વિસ્તારમાં વિકાસના કામો અને જરુરીયાતો અંગેના મુદ્દા ઉપસ્થિત કરવા જાઈઍ ઍવી ટીકા કરી હતી.
