Damanganga Times.

Damanganga Times.

March 11, 2026

વલસાડ જીલ્લામાં પાંચ પી.આઈ.ની આંતરિક બદલી

વલસાડ જીલ્લામાં પાંચ પી.આઈ.ની આંતરિક બદલી


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૦ ઃ વલસાડ જિલ્લા પોલીસ વડા વિભાગ દ્વારા આજરોજ જિલ્લાના પાંચ પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી છે. જેમાં સૌથી મહત્વની ઍવી વલસાડ ઍલસીબીના પીઆઇની ઍલ આઈ બી માં બદલી જ્યારે  ઍસઓજીના પી.આઈને વલસાડ ઍલસીબીનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

વલસાડ જિલ્લા પોલીસ તંત્રમાં વહીવટી કાર્યક્ષમતા વધારવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવાના આશયથી જિલ્લા પોલીસ વડા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લાના જુદા-જુદા વિભાગોમાં ફરજ બજાવતા ૫ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરો (ભ્ત્) ની જાહેરહિતમાં તાત્કાલિક અસરથી આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાના આદેશ મુજબ અધિકારીઓની ફેરબદલ કરવામાં આવી છે.

અધિકારીમાં કે. જે. રાઠોડ ઍ.ઍચ.ટી.યુ., વલસાડ વાપી ટાઉન પોલીસ સ્ટેશન,  ઍમ.પી.પટેલ વાપી ટાઉન પોલીસ સ્ટેશન લીવ રીઝર્વ પી.ઍ.વળવી ઍલ.આઈ.બી. ઍ.ઍચ.ટી.યુ., વલસાડ યુ.વી.બારોટ ઍલ.સી.બી. ને  ઍલ.આઈ.બી. બી.કે.પટેલ લીવ રીઝર્વ (વાપી ટાઉન ઍટેચ) બદલી કરવામાં આવી છે.જ્યારે વલસાડ જિલ્લા ઓપરેશન ઓપરેશન ગ્રુપ ઍસઓજી આઇ ઍ. યુ. રોઝ  ને  વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (ઍલ.સી.બી.)નો વધારાનો હવાલો સાંભળવા આદેશ કરવામાં આવ્યો છે. આ બદલીઓ વહીવટી સુગમતા અને જાહેરહિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાઍ હાજર થઈ તેનો રિપોર્ટ કચેરીઍ મોકલી આપવા સૂચના અપાઈ છે.