વાપી મનપાની પ્રથમ ચૂંટણી લડવા ઉત્સુકોમાં પણ અત્યારથી હતાશા
- byDamanganga Times
- 11 March, 2026
વાપી મહાનગરપાલિકામાં અગામી દિવસોમાં આવી રહેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપ માંથી ઉમેદવારી કરવા માટે થણ ગણી રહેલા કેટલાક હોદ્દેદારો અને માજી સભ્ય તેમજ ઍસપી પતિઓ માં ભારે નિરાશા થઈ હોવાની ચર્ચાઓ શરૂ થઈ જવા પામે છે. જોકે કેટલાક ઉમેદવારો ત્રણથી વધુ વખત ભાજપના સિમ્બોલ ઉપર વિજય બની વાપી મહાનગરપાલિકામાં બિરાજમાન હતા તો કેટલાક મહિલા સભ્યના પતિ અને અન્ય હોદ્દેદારો છેલ્લી ત્રણ-ત્રણ થી વધુ સમયથી વિજેતા બનતા હતા તો કેટલાક ભાજપની ટિકિટ મેળવી હાર પણ મેળવી ચૂક્યા જ હતા તેમ છતાં વાપી મહાનગરપાલિકા બનતા અગામી દિવસોમાં તેઓ ભાજપના ઉમેદવાર બનવા માટે પોતાના વિસ્તારમાં મતદારોનો સંપર્ક તેમજ કેટલાક માત્ર ગણતરીના દિવસોમાં જ ભાજપના સભ્ય અને કેટલાક વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં તેમજ ગામ પંચાયતની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ કામ કરનારાઓ પણ હવે રાજ્યમાં ઍકમાત્ર ભાજપની ટિકિટ ઉપર જ વિજેતા બની શકે છે. તેમ લાગતા ભાજપનો હાથ પકડી ટિકિટ મેળવવા માટે હોદ્દેદારોનો સંપર્ક કરી રહ્ના છે. જોકે આજની ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા કરવામાં આવેલી જાહેરાતથી અનેક લોકોમાં નિરાશાઓ અને ચર્ચાનો વિષય પણ બન્યો છે.
