Damanganga Times.

Damanganga Times.

March 11, 2026

જીલ્લામાં સ્થાનિક સ્વરાજયની આગામી ચૂંટણીમાં ઉમેદવારીના થનગનભૂષણોમાં સોપો

જીલ્લામાં સ્થાનિક સ્વરાજયની આગામી ચૂંટણીમાં ઉમેદવારીના થનગનભૂષણોમાં સોપો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૦ ઃ ગુજરાત રાજ્યમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા કોને ઉમેદવાર બનાવવો અને કોને ન બનાવવો તે અંગેની ગાઈડલાઈન જાહેર કરતા તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા થણગણતા કેટલાક નેતાઓમાં અને હોદ્દેદારોમાં ભારે સોંપો પડી જવા પામ્યો છે  આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા આજે જાહેર કરવામાં આવ્યું હતું કે અગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં ભાજપના ઉમેદવાર કેવા હશે તે અંગેની ગાઈડલાઈન જાહેર કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે જે ઉમેદવાર છેલ્લી ત્રણ ચૂંટણીમાં ભાજપની ટિકિટ લઈ વિજેતા બન્યો હોય કે, હાર થઈ હોય તેવા ઉમેદવારને ફરીથી ટિકિટ નહીં આપવી તેમજ સાંસદ, ધારાસભ્ય, નગર સેવક તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ડેલિગેટ ના પરિવાર ના સભ્યોને પણ ભાજપના ઉમેદવાર ન બનાવવા તેમજ ત્રણ વર્ષથી ઓછા સમયમાં પ્રાથમિક સભ્યો બન્યા અને ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતાને ભાજપ ઉમેદવાર નહીં બનાવશે જે અંગે પ્રદેશ મોવડી મંડળ દ્વારા તપાસ કરાવી રહી છે અને જે અંગે નો વિપાઈ પણ જિલ્લા તાલુકા અને મહાનગરપાલિકા તેમજ શહેરમાંથી લેવાઈ રહ્ના છે જેને લઇ ભાજપની ટિકિટ લઈ નગરપાલિકામાં મહાનગરપાલિકામાં તેમજ તાલુકા અને જિલ્લા પંચાયત માં સભ્યો બનવા માટે ઈચ્છા ધરાવતા અનેક લોકો ને નિરાશા થવા પામી છે સાથે અનેક નેતાઓ ચૂંટણી લડવા માટે થણ ગણી રહ્ના હતા કે, પોતાના વિસ્તારમાં સંપર્ક કરી રહ્ના હતા તે નેતાઓમાં ભરે ચહલ પહલ મચી જવા પામી છે તો સાથે કોંગ્રેસે પણ આ અંગે પોતાની રણનીતિ જાહેર કરી છે અને ૫૦ ટકા થી વધુ યુવાનોને મેદાનમાં ઉતારવાની તૈયારી શરૂ કરી દીધી છે. જેને લઇ આગામી દિવસોમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ભારે રસાકસી અને પેચીદી બનવાની શક્યતા હાલના માહોલ પરથી દેખાઈ રહી છે જોકે આ અંગે કેટલાક ભાજપ અને કોંગ્રેસના વફાદાર હોય તેવોને ટિકિટ ન મળે તો પાટલી ન બદલી શકે પરંતુ કેટલાક લેભાવવું અને બની બેઠેલા નેતાઓ પાટલી બદલવા પણ તૈયારી કરી રહ્ના હોવાની ચર્ચા ચાલી રહી છે.