અતુલ-દિવેદ બ્રિજ પર ફરી સળિયા દેખાયા
- byDamanganga Times
- 11 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૦ ઃ ત્રણ વર્ષ અગાઉ લોકાર્પણ કરાયેલો અતુલ અને દિવેદ ગામને જોડતો મહત્વનો બ્રિજ પર મોટા ગાબડા પડી લોખંડના સળિયા બહાર આવી જતા વાહનચાલકો માટે ગંભીર અકસ્માતનું કારણ બની શકે તેમ હોય લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્ના છે. વલસાડ તાલુકાના અતુલ અને દિવેદ ગામને જોડતો મહત્વ નાં બ્રિજનું લોકાર્પણ ૨૦૨૩ ઍટલે કે ત્રણ વર્ષ અગાઉ રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ધામધૂમથી કરવામાં આવ્યું હતું. જોકે અતુલ બ્રિજ પર માત્ર ૩૬ ડામરના પોપડા ઉખડી જતાં કામની ગુણવત્તા પર મોટા સવાલો ઊભા થયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, કોન્ટ્રાક્ટર, રાજકારણીઓ અધિકારીઓની મિલીભગતને કારણે હલકી કક્ષાનું મટિરિયલ વાપરવામાં આવ્યું છે. બ્રિજની હાલત ખરાબ થઈ ગઈ કે રાત્રે દરમિયાન વાહનચાલકો આ સળિયામાં ફસાઈને પટકાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
આ ભેજ પર સ્થાનિક ગ્રામજનોઍ બે વખત સ્વખર્ચે રીપેરીંગ કામ કરાવ્યું હતું જે બાદ થોડા દિવસોમાં જ ફરીથી આ બ્રિજ પરના સળિયા દેખાવા માંડ્યા છે. દિવેદ અને અતુલ પંથકનાં ગામના લોકોઍ આ મામલે સરકાર પાસે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરી તેને બ્લેકલિસ્ટ કરવા ની તેમજ બ્રિજનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરી કાયમી મજબૂતી કરણ કરવાની માંગ કરી છે.
