Damanganga Times.

Damanganga Times.

March 11, 2026

ખડકી રેમન્ડ કંપનીમાંથી ઝેરી કોબ્રાનું રેસ્કયું કરાયું

ખડકી રેમન્ડ કંપનીમાંથી ઝેરી કોબ્રાનું રેસ્કયું કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૦ ઃ જીવદયા ગ્રુપ પારડી ને પારડી ખડકી ખાતે આવેલી રેમન્ડ કંપની માંથી કોલ આવ્યો હતો કે કંપનીના કમ્પાઉન્ડ માં ઍક મોટો સાપ આવી ગયો છે. ત્યાર બાદ જીવદયા ગ્રુપના પ્રમુખ ભાઈ અન્સારીની સૂચના મુજબ સભ્યો યાસીન મુલતાની અને રિશી ઠાકુર તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને જોવા પછી ખબર પડી કે ત્યાં ઍક ખૂબ અજ ઝેરી ૪ ફૂટ લાંબો ઇન્ડિયન કોબ્રા ભારતીય નાગ બેઠો હતો , હાલ ના સમય માં વાતાવરણ માં ફેર ફાર થવા અને ગરમી નો પારો વધવાના કારણે સાપ ઠંડક ી શોધમાં ઘરના આજુ બાજુના માહોલ આવી જઈ છે, તો કોઈ પણ સાપ દેખાય તો ઍને મારવું નહીં જીવદયા ગ્રુપ પારડીનો કોન્ટેક્ટ મોબાઈલ નંબર ૯૯૯૮૫૫૩૮૮૨ કરવો જેથી સાપને પકડી રેસ્ક્યુ કરી શકાય છે  જીવદયા ગ્રુપ પારડીના સભ્યો ઍ આ ખુબજ આક્રમક ઝેરી કોબ્રા સાપનું રેસ્ક્યુ કરી ઍને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યું હતું.