Damanganga Times.

Damanganga Times.

March 11, 2026

પારડી વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા મહિલાઅોનું સન્માન કરાયું

પારડી વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા મહિલાઅોનું સન્માન કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૦ ઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે વરિષ્ઠ નાગરિક મંડળ કિલ્લા પારડી દવારા વિવિધ સંસ્થા ઓની મહિલાઓનું કરાયેલ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.

પારડીની વિવિધ સંસ્થાઓ જેવી કે સરકારી દવાખાનું, મોહન દયાળ હૉસ્પિટલ, બ્રહ્માકુમારી સંસ્થા, પોસ્ટ ઓફિસ, ભીલાડવાલા બેંક, પારડી યાને ડૉ. કુરેશી હૉસ્પિટલ વગેરે સંસ્થાઓમાં જઇ મોં મીઠુ કરાવી ફૂલથી હૃદય પૂર્વક સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. 

આ માટેનો મુખ્ય હેતુ મહિલાઓના અધિકાર, મહિલાઓને ન્યાય અને મહિલા સશક્તિકરણ અંગે જાગૃતિ ની ચેતનાનો હતો મંડળના પ્રમુખ ઍન. કે. દેસાઇ તેમજ મંડળના હોદ્દેદારઓ દ્વારા  ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.