Damanganga Times.

Damanganga Times.

March 11, 2026

પારડીમાં મહિલાઅોનો સન્માન કાર્યક્રમ યોજાયો

પારડીમાં મહિલાઅોનો સન્માન કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૦ ઃ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના પારડી ખાતે ભારત રત્ન મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં મહિલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ બ્રિજ્નાબેન પટેલ, આરોગ્ય સમિતિના અધ્યક્ષ કલ્પનાબેન પટેલ, જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક ઍચ.ક્યુ. ભાર્ગવ પંડ્યા પારડી પીઆઈ જી આર ગઢવી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતા કાર્યક્રમમાં મહેમાનોનું પોષણ ટોકરી તથા પુષ્પગુચ્છ વડે સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલે મહિલાઓના સશક્તિકરણ અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરી યોજનાકીય માર્ગદર્શન આપ્યું હતું. મહિલા અને બાળ અધિકારી શ્વેતા દેસાઈ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આરોગ્ય સમિતિના અધ્યક્ષ કલ્પનાબેન પટેલે મહિલા સશક્તિકરણ વિષે માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન વિશેષ સિદ્ધિ પ્રા કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મહિલા સરપંચઓ, ઉદ્યમી મહિલાઓ તથા મહિલા કલ્યાણની વિવિધ યોજનાઓ જેમ કે, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, વ્હાલી દીકરી યોજના વગેરેના લાભાર્થીઓને મંજૂરી હુકમ તથા ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે માતા યશોદા ઍવોર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલા ભ્લ્ત્  બી.કે.ત્રિપાઠી દ્વારા સાયબર ક્રાઇમ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ બી.જી. પોપટ દ્વારા ઝ઼ન્લ્ખ્ ની કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી. કમલેશ ગીરાસે દહેજ પ્રતિબંધ સહ રક્ષણ અધિકારી દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ વિભાગોના સ્ટોલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. 

કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો તેમજ તમામ બહેનો દ્વારા સ્ટોલોની મુલાકાત લઈને વિવિધ વિભાગોની યોજનાઓ વિશે માહિતી મેળવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ બહેનોને કિટ વિતરણ કરવામાં આવી હતી.