Damanganga Times.

Damanganga Times.

March 11, 2026

ધરમપુર–નાસિક માર્ગ પર દૂધ ભરેલો ટેમ્પો પલટ્યો ઃ ચાલકનો બચાવ

ધરમપુર–નાસિક માર્ગ પર દૂધ ભરેલો ટેમ્પો પલટ્યો ઃ ચાલકનો બચાવ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા.૦૯ ઃ ધરમપુર–નાસિક માર્ગ પર દશેરા ટેકરી તળાવ નજીક દૂધ ભરેલો ટેમ્પો પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ દૂધ સપ્લાય માટે જઈ રહેલા ટેમ્પાના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા વાહન અનિયંત્રિત બની રસ્તા કિનારે પલટી મારી બેઠું હતું.

અકસ્માતમાં ટેમ્પોને ભારે નુકસાન થયું હતું બનાવની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવી ચાલકને મદદરૂપ બન્યા હતાં. સદભાગ્યે આ અકસ્માતમાં ટેમ્પા ચાલકનો અદભુત બચાવ  થયા અંગેની માહિતી પ્રા થવા પામી હતી.