Damanganga Times.

Damanganga Times.

March 11, 2026

વલસાડ કસ્તુરબા હોસ્પિ.માં સર્વિકલ કેન્સર રસીકરણ કેમ્પ યોજાયો

વલસાડ કસ્તુરબા હોસ્પિ.માં સર્વિકલ કેન્સર રસીકરણ કેમ્પ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૯ ઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કસ્તુરબા હોસ્પિટલ વલસાડ માં રોટરી ક્લબ ઓફ વલસાડના સહયોગથી મહિલાઓમાં આરોગ્ય જાગૃતિ વધારવા તેમજ કેન્સર નિવારણ અંગે માહિતી પહોંચાડવાના હેતુથી વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓ માટે નિઃશુલ્ક મેમોગ્રાફી સ્ક્રીનિંગ, સર્વિકલ કેન્સર -તિરોધક રસીકરણ (ણ્ભ્સ્ ર્સ્ીણૂણૂજ્ઞ્ઁર્ીદ્દજ્ઞ્ંઁ) તેમજ આરોગ્ય તપાસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.આ કાર્યક્રમ કસ્તુરબા હોસ્પિટલના નિષ્ણાત તબીબી સલાહકારોની ટીમના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો.

કાર્યક્રમ માં  નિષ્ણાત ડૉ. નીલમ અહિરવાર – કન્સલ્ટન્ટ ઓન્કો સર્જન, ડૉ. અંકિતા પટેલ – કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજિસ્ટ, ડૉ. હેની જરીવાલા – કન્સલ્ટન્ટ સ્ત્રીરોગ તથા પ્રસૂતિ નિષ્ણાંત, ડૉ. રૂચિ શાહ – કન્સલ્ટન્ટ સ્ત્રીરોગ તથા પ્રસૂતિ નિષ્ણાત,  ડૉ. મિત્તલ પટેલ – કન્સલ્ટન્ટ રેડિયોલોજિસ્ડૉ પટેલ – કન્સલ્ટન્ટ પેથોલોજિસ્ટ ઍ સેવા આપી  મહિલાઓ તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો. કેમ્પ દરમિયાન કુલ૧૫૦ મહિલાઓને સર્વિકલ કેન્સર પ્રતિરોધક રસી આપવામાં આવી હતી. ૭૫થી વધુ મહિલાઓનું મેમોગ્રાફી સ્ક્રીનિંગ કરવામાં આવ્યું જેમાં ૧૩ મહિલાઓનું આરોગ્ય ચેક-અપ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વિવિધ નિષ્ણાત તબીબો દ્વારા મહિલાઓને સ્વાસ્થ્ય જાગૃતિ, યોગ્ય આરોગ્ય સંભાળ તેમજ સ્તન કેન્સર અને સર્વિકલ કેન્સરના વહેલા નિદાન અને નિવારણ અંગે હેલ્થ ઍજ્યુકેશન તથા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ વલસાડના પ્રમુખ  જપનભાઈ શાહ, અમરભાઈ પારેખ તથા  સ્વાતિ શાહ ઉપસ્થિત રહી કાર્યક્રમને પ્રોત્સાહન આપ્યું હતું. ઉપરાંત સામાજિક કાર્યકર્તા  હેતલ દેસાઈ તથા સંસ્થાના ટ્રસ્ટી સભ્ય  શ્રેણિકભાઈ શાહ પણ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્ના હતા.

આ કાર્યક્રમનું આયોજન મહિલાઓને પરિવારની મજબૂત આધારશિલા તરીકે સન્માન આપવા તેમજ સ્તન કેન્સર અને સર્વિકલ કેન્સરના વહેલા નિદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનું સુગમ સંચાલન સંસ્થાના માનવ સંસાધન વિભાગના પ્રમુખ  હેતલ પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું.