Damanganga Times.

Damanganga Times.

March 10, 2026

વલસાડના છીપવાડમાં રસ્તા પર ડામરનું લિંપણ પીગળીને ગુંદર બની ગયું!

વલસાડના છીપવાડમાં રસ્તા પર ડામરનું લિંપણ પીગળીને ગુંદર બની ગયું!


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) 

 વલસાડ, તા.૦૯ ઃ  બે મહિના અગાઉ વલસાડ નગરપાલિકા દ્વારા  વલસાડના છીપવાડ વિસ્તારમાં કરોડોના ખર્ચે બનેલો રસ્તો ઉનાળાની શરૂઆતમાં જ ડામર રસ્તો પીગળવા લાગતા રોડ ઓળંગતા લોકોના ચપ્પલ અને વાહનોના ટાયર ચોંટી જતા   વાહનચાલકો, રહીશોમાં પાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્ના છે. વલસાડ નગરપાલિકાના નવા ચૂંટાયેલા સભ્યોને ઍક વરસ જેટલો સમયગાળો પૂરો થયો છે. આ સમયગાળામાં ચૂંટાયેલા સભ્યો કે હોદ્દેદારો દ્વારા શહેરી વિકાસમાં કોઈ યોગદાન જોવા મળ્યું નથી. જ્યારે વિકાસની વાત કરીઍ તો રૂ. ૧.૭૦ કરોડના ખર્ચે વલસાડમાં ડોર ટુ ડોર કલેક્શનનો ઍક ઍજન્સીને આપી રૂ. ૩ કરોડનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. જો કે આ કોન્ટ્રાક્ટર પાસે નથી ડોર કચરો લાવવા માટે મજૂરો કે નથી કે કોઈ સાધન. તેમ છતાં પાલિકાના કેટલાક મળતીયાઓને  સીધો ફાયદો થાય તેના માટે આ ઍજન્સીને કોન્ટ્રાક આપવામાં આવ્યો હોવાની ચર્ચા ઉઠી છે. ત્યારે વલસાડ શહેરના છીપવાડ વિસ્તારમાં જ્યાં રહેવાસીઓઍ વર્ષો સુધી ખરાબ રસ્તાની યાતના ભોગવ્યા બાદ બે મહિના પહેલા જ નવો રસ્તો મળ્યો હતો. પરંતુ આ ખુશી લાંબા સમય ટકી શકી નથી. હજુ તો ઉનાળાનો પારો માંડ ૩૪ ડિગ્રીઍ પહોંચ્યો છે, ત્યાં જ અંદાજે ૧ કિલોમીટર લાંબો આ રસ્તો પીગળવા માંડ્યો છે. રસ્તા પરનો ડામર પીગળીને વાહનોના ટાયર અને રાહદારીઓના ચપ્પલમાં ચોંટી રહ્ના છે..સ્થાનિકોનો આક્ષેપ છે કે રસ્તાના કામમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે. અનેક રજૂઆતો બાદ માંડ બનેલો રસ્તો બે મહિનામાં જ બિસ્માર થતા લોકોમાં ભારે આક્રોશ છે. વલસાડ નગરપાલિકાના પ્રી-મોન્સૂન પ્લાનિંગની વાતો તો બાજુ પર રહી, પણ અહીં તો પ્રી-સમર (ઉનાળા) માં જ પાલિકાની કામગીરીના લિરેલિરા ઉડી રહ્ના છે. વલસાડના છીપવાડ વિસ્તારમાં કરોડોના ખર્ચે બનેલો રસ્તો ગરમી પડતાની સાથે જ પીગળવા લાગ્યો છે. માત્ર બે મહિના પહેલા જ જે રસ્તો વાહનચાલકોની સારી સુવિધા માટે બન્યો તે આજે વાહનચાલકો માટે મુસીબત બની ગયો છે. વલસાડના વ્યસ્ત ઍવા છીપવાડ વિસ્તારના જ્યાં રસ્તો જોઈને તમને લાગશે કે અહીં ડામર નહીં પણ જાણે કાળું તેલ રેડવામાં આવ્યું હોય ઉનાળાની હજુ તો માંડ શરૂઆત થઈ છે. ત્યાં અંદાજે ૧ કિલોમીટર સુધીનો નવો નક્કોર રસ્તો પીગળવા માંડ્યો છે. સ્થાનિકોઍ અનેક રજૂઆતો કરી ત્યારે માંડ બે મહિના પહેલા આ રસ્તો બન્યો હતો. રસ્તો પીગળવાને કારણે ડામર વાહનોના ટાયરમાં ચોંટી રહ્ના છે, જેના લીધે અનેક વાહનચાલકો સ્લિપ થઈ રહ્ના છે. સાથે રસ્તા પરથી ચાલતું જવું પણ મુશ્કેલ બન્યું છે. કારણ કે ચાલતા વ્યક્તિઓની ચંપલ પણ આ ડામરમાં ચોંટી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર અને પાલિકાના મેળાપીપણામાં હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે.